મોરબીના ધરમપુરથી નાના ના ધેર આવેલ માશુમ બાળકીનુ શોર્ટ લાગવાથી મોત થતા ઠાકોર પરીવારમા માતમ છવાય ગયો હતો

મોરબી-તા ૮ ઓકટોમ્બર ૧૯
રિપોર્ટ-રજાક બુખારી-ગોપાલ ઠાકોર

મોરબીમાં વીજપોલમાંથી કરંટ લાગતો હોવાના કારણે અનેક લોકો તેમજ પશુઓને શોર્ટ લાગ્યા હોવાના બનાવો અવાર નવાર સામે આવી રહ્યા છે. ત્યારે વીસીપરામા ઠાકોર પરીવારની માશુમ બાળકી રિયા ધરેથી દુકાને જવા નીકળી હતી ત્યારે વીજ તંત્રની ધોરબેદરકારીથી ઉભુ કરવામા આવેલ જોખમી ટીસીમા બાળકીને શોર્ટ લાગવાથી ધટના સ્થળે જ મોત નીપજતા પીજીવીસીએલ પર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો અને માશુમના મોતથી ઠાકોર પરીવારમા માતમ છવાય ગયો હતો

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં વરસાદની સીઝનમાં વિજપોલમાં વિજપ્રવાહ પસાર થતો હોવાથી મોટું જોખમ તોળાતું હોય છે. ભુતકાળમાં તંત્રની ગંભીર બેદરકારીના કારણે વિજપોલમાથી શોર્ટ લાગ્યો હોવાના અનેક બનાવો બન્યા છે. તેમ છતાં નિર્ભર તંત્રએ કોઈ પગલાં ન લેતા એક માસુમ માનવ જિંદગીનો ભોગ લેવાયો છે ત્યારે વિશિપરામાં કુલિનગરના નાકે ખુલ્લા સ્ટેશનમા વિજપોલને અડકી જવાથી રીયા સંજયભાઈ ટીલાવત કોળી (ઉ.વ.7) રહે. ધરમપુર નામની બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. હાલ આ મામલે બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષની લાગણી છવાઈ ગઈ છે.

જાહેરાત વિભાગ