ગૌ શાળા તેમજ આર્થિક નબળા વિદ્યાર્થીઓના લાભાર્થે શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવનુ જાજરમાન આયોજન

મોરબી તારીખ 11

મોરબી ખાતે દર વર્ષે યોજાતી શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવ દ્વારા આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે મોરબીમાં સૌપ્રથમવાર ગુજરાતનો સાવજ કહી શકાય તેવા કિર્તીદાન ગઢવી આ  પાટીદાર નવરાત્રી મહોત્સવ મા પોતાના તાલે ખેલૈયાઓ ને ગરબે રમાડાશે.

આગામી તારીખ 29 સપ્ટેમ્બરથી તારીખ 7 ઓક્ટોબર સુધી આ નવરાત્રિ મહોત્સવ નો આયોજન શ્રી રામેશ્વર ફાર્મ ન્યુએરા સ્કુલની બાજુમાં કરવામાં આવેલ છે. આ નવરાત્રિ મહોત્સવના આયોજન માં વધતી રકમનો ઉપયોગ ગૌશાળાના તેમજ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ નાં લાભાર્થી વાપરવામાં આવશે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવે છે.આ આયોજનને સફળ બનાવવા માટે આયોજકો અજયભાઈ લોરીયા, સંજયભાઈ આદ્રોજા, મેહુલભાઈ ભટ્ટાસણા, બ્રિજેશભાઈ જેઠલોજા, સંદીપભાઈ જાલરિયા, એ.જે.અમૃતીયા, હરેશભાઇ રૂપાલા, પરેશભાઈ કાસુન્દ્રા, પ્રશાંતભાઈ ગજ્જર, અશ્વિનભાઈ અને જયભાઈ અંબાણી જહેમત ઉઠાવી રહ્યા છે.

આ નવરાત્રિ મહોત્સવમાં કિર્તીદાન ગઢવીના કારણે લોકોમાં ભારે ઉત્સાહ ની લાગણી જોવા મળી રહી છે અને લોકો આ નવરાત્રી મહોત્સવને માણવા થનગની રહ્યા છે. આ નવરાત્રિ મહોત્સવ ના પાસ જય ટેલિકોમ સનાળા રોડ અને સખી સિલેક્શન રવાપર રોડ ખાતે મળી રહેશે તેવું આયોજકોએ જણાવેલ છે.. આ ઉપરાંત મોબાઈલ નંબર 97277 54547, 99135 33333, 9879219499

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/GKJrtkhnEPG4z69riHpt4u

જાહેરાત વિભાગ