નોનવેજ લેવા આવેલ હત્યારાને એલસીબીએ એમપીથી દબોચી લઈ સગીરની હત્યા કર્યાનુ ઓકાવી કેસનો ભેદ ઉકેલી નાખ્યો

મોરબી – તા-૮-૯-૨૦૧૯
રિપોર્ટ-રજાક બુખારી

મોરબીના રંગપર નજીક નોનવેજ દુકાનમાં નોકરી કરતા સગીરની હત્યા બાદ હત્યાનો ગુન્હો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં એલસીબી ટીમે હત્યાનો આરોપી એમપી ભાગી ગયો હોય તપાસ કરતા પોલીસે આરોપીને એમપીથી ઝડપી લીધો હતો જે આરોપીએ કલાકો સુધી મુર્ગી માટે બેસાડી રાખતા હત્યા કર્યાની આરોપીએ કબુલાત આપી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જેતપર રોડ પર રંગપર પાસે સીમમાં છાપરૂ બનાવીને મટન વેચતા સીદીક અબ્બાસભાઈ મોવર ઉ.વ.૧૫ નામના સગીરને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જે બનાવ અંગે ગુન્હો નોંધી જીલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી અને અલગ અલગ ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ કરતા ઈન્ડીકા ઓનેસ્ટ સેનેટરી વેરમાં મજુરની ઓરડીમાં રહેતો વિજેન્દ્રસિંગ રાજપૂત તેના વતન મધ્યપ્રદેશ જતો રહેલ છે જેથી એલસીબી ટીમે એમપીમાં ધામા નાખી તપાસ કરતા આરોપી વિજેન્દ્રસિંગ રાજપૂતને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા હત્યાની કબુલાત આપી છે આરોપીએ પૂછપરછમાં એલસીબી ટીમને જણાવ્યું છે કે મૃતક સગીર મટન વેચતો હોય અને આરોપી તેની પાસે મટન લેવા ગયેલ ત્યારે મુર્ગીઓ હાજર નહી હોવાથી આરોપીને થોડીવાર બેસવાનું કહીને હમણા આવે છે કહ્યા બાદ કલાક સુધી બેસાડી રાખતા મામલો બીચક્યો હતો અને બોલાચાલી થતા આરોપીએ સગીરને પથ્થર મારી હત્યા કર્યાની કબુલાત આપી હતી