હરહંમેશ માટે પરોપકાર ને વરેલા આયોજકો અજય લોરીયા એન્ડ ટીમ દ્વારા આઠમ ની આરતી બાદ વિવિધ ગૌશાળાઓને રૂપિયા ૩૪ લાખનું મહાદાન કરાયુ

મોરબી તા ૦૭

જેમ જેમ નવરાત્રિના અંતિમ દિવસો આવી રહ્યા છે તેમ શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં સતત માનવ મહેરામણ નું ઘોડાપુર ઉમટી રહ્યુ છે. દિવસેને દિવસે ખેલૈયાઓ ઉત્સાહ ભેર ભાગ લઇ રહ્યા છે. માત્ર મોરબી નહિ ગુજરાતની પહેલા નંબર ની નવરાત્રી આપણા મોરબીની પાટીદાર નવરાત્રી મહોત્સવ બનવા જઈ રહી છે. પોતાના લાભ માટે તો ગુજરાતમાં અનેક નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે પરંતુ પરોપકાર અર્થે ગૌમાતા અને ગરીબ વિદ્યાર્થીઓના લાભાર્થે આયોજન થતી  આ એક માત્ર પાટીદાર નવરાત્રી મહોત્સવ છે. મોરબીની પ્રજાએ પણ મન મૂકીને પાટીદાર નવરાત્રી મહોત્સવ નો લ્હાવો લીધેલ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઇકાલના રોજ આઠમ ની મહાઆરતી બાદ સ્ટેજ ઉપર જ બધાની સામે આ નવરાત્રિ મહોત્સવમાં આવક જાવક બાદ થયેલ નફો રૂપિયા ૩૪ લાખ વિવિધ ગૌશાળાઓને તથા વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમને આયોજકો દ્વારા અર્પણ કરી માનવતા ની મહેક ફેલાવી પરોપકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. જ્યારે આઠમા અને નવમાં નોરતાનો તમામ નફો ગરીબ વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવશે.

ગઈકાલે અર્પણ કરાયેલ ફાળામાં શ્રી મોરબી પાંજરાપોર ને રૂપિયા ૧૧,૧૧,૧૧૧ , શ્રી યદુનંદન ગૌશાળા ને ૪,૪૪,૪૪૪, માધવ અંધ અપંગ ગૌશાળા નાની વાવડી ને ૨,૨૨,૨૨૨, અભીલાષા ગૌશાળા બગથળા ને ૧,૧૧,૧૧૧, નકલંક મંદિર ગૌશાળા બગથળા ને ૨,૨૨,૨૨૨,  માધવ ગૌશાળા રવાપર ને ૨,૨૨,૨૨૨,  સતનામ ગૌશાળા વાધપર  ને ૨,૨૨,૨૨૨, બાપાા સીતારામ ગૌશાળા સજ્જન પર ને ૧,૧૧,૧૧૧, વૃદ્ધાશ્રમ ને ૧,૧૧,૧૧૧, , અનાથ આશ્રમ ને ૧,૧૧,૧૧૧, ભળીયાદ ગૌશાળા ને ૧,૧૧,૧૧૧,  બ્રહ્મમેશ્વર ગૌશાળાા જસદણ ને ૧,૧૧,૧૧૧, ગાળા ગામ ગૌશાળાને ને ૧,૧૧,૧૧૧ જેટલી માતબર રકમ અર્પણ કરવામાં આવેલ છે. જ્યારે  બે દિવસની આવક ગરીબ વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવશે.

આયોજક અજય લોરીયા અને તેની ટીમ સતત સેવાકીય પ્રવૃત્તિ કરવા ટેવાયેલા છે તેઓ માટે પરોપકાર જ જીવન છે. આ પહેલા પણ શહીદો માટે”એક શામ શહીદો કે નામ”માં પણ કિર્તીદાન ગઢવી ના ડાયરા નું આયોજન કરી 40 લાખ રૂપિયા નો ફાળો અજય લોરીયા અને તેની ટીમ દ્વારા શહીદો ના ઘરે જઈ અર્પણ કરી સાચી દેશભક્તિ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. આ બધામાં સાથ સહકાર આપવા બદલ અજય લોરીયા મોરબીની તમામ જનતાનો ખૂબ આભાર માને છે. અમારી ચક્રવાત ન્યૂઝ ની ટીમ વતી પણ આ શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવ ના તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપી આવનાર દિવસોમાં પણ આનાથી પણ વધારે સેવાકીય તથા પરોપકારના કાર્યો કરે અને મોરબી નું નામ સમગ્ર ભારતભરમાં ઊંચું લાવે તેવી શુભેચ્છા આપવામાં આવે છે.

 

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx