મોરબી કંડલા બાયપાસ પાસે આવેલી કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આજે ભારે વરસાદને લીધે દીવાલ પડી જવાથી તેની નીચે દબાઇ જવાથી બાળકો સહિત 8 લોકોના મોત અને 15 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે…

મોરબીના બાયપાસ રોડ વિસ્તારમાં આવેલી મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં ભારે વરસાદના પગલે એક મહાકાય દીવાલ ધરાશાયી થઇ હતી. આ દીવાલને અડીને આવેલા ચાર જેટલા ઝૂંપડામાં અંદર રહેલા અનેક લોકો દીવાલ માથે પડતા દબાઈ ગયા હતા. આ ઘટનાના સાક્ષી અલ્લુ મનાર નામના મધ્ય પ્રદેશના એક શખ્સ ના જણાવ્યા પ્રમાણે તે પણ એ જ ઝુપડપટ્ટીમાં સુતેલ હતો. તે બાથરૂમ જવા  ગયેલ એ સમયે અચાનક આ મહાકાય દીવાલ તૂટી પડતા તેમના પરિવારજનો દટાઈ ને મૃત્યુ પામેલ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી કંડલા બાયપાસ રોડ પર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ભારે વરસાદના લીધે અચાનક એક દિવાલ ધરાશાયી થતાં દિવાલ નજીક ઝુંપડા બાંધી રહેતા પરીવારોના કુલ 8 જેટલા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જેમા છ સ્ત્રી અને બે પુરુષ સહિત ૮ મૃતકની ડેડ બોડી પીએમ અર્થે લઈ જવામાં આવેલ છે.જ્યારે પ્રાપ્ત આંકડાઓ મુજબ 15 જેટલા લોકો ઘાયલ થયા હતા.

બનાવને પગલે સ્થાનિક તંત્ર દોડી જઇ બચાવ કામગીરી શરૂ કરી હતી જેમાં દિવાલ નિચે દબાયેલા 13 લોકોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટના બાદ મોતના અને ઘાયલો લોકોનો આંકડો વધવાની સંભાવના જતાવવામા આવી રહી છે. બનાવની જાણ થતાં જીલ્લા કલેકટર માંકડીયા, એસ.પી. કરણરાજ વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા..

મૃતકોની યાદી :

1). કાળીબેન બલુભાઈ (ઉ. 18, મધ્યપ્રદેશ)
2). કવિલા બિદેશ ડામોર (ઉ. 19, એમ.પી.)
3). આશા પુજાભાઈ આંબલિયા (ઉ. 15, એમ.પી.)
4). બિદેશભાઈ ડામોર (ઉ.20, એમ.પી.)
5). કસ્માબેન સેનુભાઈ ખરાડી (ઉ.30, એમ.પી.)
6). લલિતાબેન સેનુભાઈ ખરાડી (ઉ.16, એમ.પી.)
7). અકલેશભાઈ સોનુભાઈ (ઉ. 14, એમ.પી.)
8). તેજલબેન સોનુભાઈ ખરાડી (ઉ.13, એમ.પી.)

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/BTJr4yJgZxF7IEElWbDoSf