મોરબી નગરપાલિકાના કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી ની આત્મવિલોપનની ચીમકી છતા તંત્રના પેટનું પાણી ના હલ્યું : કાઉન્સીલર પણ પોતાના નિર્ણય પર મક્કમ

મોરબી તા ૦૮

 

થોડા દિવસો પૂર્વે મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ૦૪ ના કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી એ પોતાના વિસ્તારના વિવિધ કામો વર્ષોથી પડતર હોય જે બાબતે પોતે કાઉન્સિલર હોવા છતા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી ન કરતા આખરે તંત્રને ચીમકી આપતા જણાવ્યું હતું કે  જો તમે તારીખ 10 સુધીમાં તેમનાં પ્રશ્નોનો નિકાલ નહી આવે તો પોતે કલેક્ટર કચેરીએ જ આત્મવિલોપન કરશે જેની તમામ જવાબદારી તંત્રની રહેશે.

 

ચાલુ કાઉન્સિલ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપેલ હોવા છતાં ભર નિદ્રામાં સુતેલા તંત્રનુ પેટનું પાણી પણ ના હલ્યું હોય તેવું લાગે છે. તેમના વિસ્તારના કાર્યો કરવાને બદલે તેમને મનાવી લેવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવેલ હતા. છતાં પણ પોતાના નિર્ણય પર મક્કમ એવા કાઉન્સિલ દ્વારા સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા આગામી બે દિવસમાં કોઈ કાર્ય કરવામાં નહીં આવે તો પોતે કલેક્ટર કચેરીએ તારીખ ૧૦ ના રોજ આત્મવિલોપન કરીને જ રહેશે. તેથી શહેર ભરમાં ચર્ચા થઈ રહી છે કે તંત્ર આગામી દિવસોમાં કોઈ પગલા પડશે કે પછી પોતાના જ કાઉન્સિલરને આત્મહત્યા કરવા મજબૂર કરશે ?

જાહેરાત વિભાગ