આજરોજ નગરસેવક ગૌતમભાઈ સોલંકીના આત્મવિલોપન ના પ્રયાસ બાદ તંત્ર સફાળું જાગ્યું

 

મોરબી તા ૧૦

સૌરાષ્ટ્રની સૌથી મોટી મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની ખાલી જગ્યા હોવાથી મોરબીની હાલત દિવસે ને દિવસે ખખળી રહી હતી.સમગ્ર મોરબીમાં પ્રાથમિક સુવિધાઓ નો બિલકુલ અભાવ જોવા મળી રહ્યો હતો. રોડ, રસ્તા, લાઈટો, ભૂગર્ભ,પાણી જેવા પ્રાથમિક પ્રશ્નો હલ કરવામાં મોરબી નગરપાલિકા બિલકુલ નિષ્ફળ ગઈ હતી. આની પાછળનું સૌથી મોટું કારણ કાયમી ચીફ ઓફિસર નો અભાવ હતો. ત્યારે મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે કલ્પેશ પુરુષોત્તમ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તેમની મોરબી પાલિકામાં ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરીને મોરબી પાલિકામાં ચાર્જ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ ઓફિસરની ખાલી જગ્યા હતી અને માત્ર અન્ય શહેરના ચીફ ઓફિસરને મોરબી પાલિકાનો ચાર્જ સોંપીને કામ ચલાવી લેવામાં આવતુ હતું. તેથી વધુ કામના ભારણથી મોરબી પાલિકામાં ઘણા સમય લોકોની સુવિધાના પ્રશ્નો ટલ્લે ચડી ગયા હતા.

આજરોજ સવારે કલેકટર કચેરી ખાતે તંત્ર માટે બનેલ શરમજનક ઘટનામાં નગરપાલિકાના કોર્પોરેટરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.અને નગરસેવકે કાયમ ચીફ ઓફિસર ની માગણી કરેલી હતી. જેથી તંત્ર સફાળું જાગ્યું હતું અને મોરબીની સમસ્યાઓ દૂર કરવા માટે મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે કલ્પેશ ભટ્ટ ની નિમણૂક કરવામાં છે. મોરબીની પ્રજા આ નવા ચીફ ઓફિસર  પાસે ખૂબ જ આશા સેવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું આ નવા ચીફ ઓફિસર પ્રજાની આશા પર સફળ રહી પ્રજાની સુખાકારી ના કામો પુરા કરી મોરબી ને મળવા જોઈતી તમામ પ્રાથમિક સુવિધા પૂરી પાડશે ?

 

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KccfJD8hla5LPiWi1ZnCr2