મોરબી તા  07

મોરબી નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે તેવા સમયે નગરપાલિકા જે અધિકારીઓ ચાર્જ માં ચાલી રહ્યા છે ત્યાં કોઈ કાબિલ અધિકારી મુકવાને બદલે ભાજપ આગેવાન ફરી એકવાર જેની સામે ગંભીર આક્ષેપો થયા છે તેવા ગિરીશ સરવૈયા  ને મોરબીમાં લાવવા માંથી રહિયા છે. અને તેના માટે ભાજપના ટોચના નેતા ગાંધીનગર છેડા અડાડી ને વહીવટ થકી ગમે તેમ કરી સરવૈયા ને લાવવાનો નીર્ધાર કર્યો છે તેવું જાણકાર વર્તુળમાં ચર્ચાય રહ્યું છે.

સોમવાર ના રોજ ભાજપ આગેવાનો નગરપાલિકાને તાળા બાંધી કરવાના છે તેવા સમયે મોરબીના રાજકારણમાં આવી ચર્ચા ચાલુ થાય છે કે ભાજપના દેખાડવાના અને ચાવવાના જુદા છે.જે ચીફ ઓફિસર સામે  ભ્રષ્ટાચારના અનેક આરોપો થયા છે અને બે બે વખત જેમનો ચાર્જ સરકારે રાતો રાત છોડાવી દીધો છે તેમને ફરી એકવાર મોરબીનો ચાર્જ અપાવવા ભાજપના જિલ્લાના આગેવાનો મથી રહ્યા છે. જોકે ગાંધીનગરે મોરબીમાં કાયમી ચીફ ઓફિસર તરીકે મુકવા માટે ખોખા મોઢે રૂપિયા માંગ્યા હોવાની ચર્ચા છે ત્યારે આ વહીવટ લગભગ અડધા ખોખામાં થાય તો નવાય નહિ.મોરબી નગરપાલિકામાં સતા આમ તો કોંગેસ ની છે પણ મનમાની ભજપની ચાલે છે. અને મોરબી નગરપાલિકાના પ્રમુખની દોરી જે બધા ના હાથમાં છે તે લોકો પણ એવું ઈચ્છે છે કે ચીફ ઓફિસર તરીકે સરવૈયા ને પાછા લાવવા ! જેથી કરીને બધાની દુકાન ચાલે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે સરવૈૈૈયા એ કરેલા કૌભાંડો બાબતે રજૂઆતો પણ થાય છે છતાં ભાજપ આગેવાનો જો તેમને લાવવા મથતા હોઈ તો તેનો મતલબ શું  સમજવાનો ? મોરબી નગરપાલિકામાં કાયમી કોઈ  ઈમાનદાર, નિસ્વાર્થ  અનેે કર્મનીષ્ઠ અધિકારી આવે તેવું બધા ઈચ્છે છે પરંતુ જેની બે વાર અક્ષેપોના કારણે બદલી થય હોઈ તેમને પાછા લાવવા તેનો મતલબ બધા જાણે જ છે.
મોરબી ભાજપના આગેવાનો જેમાંના મોટા ભાગના આગેવાનો બાંધકામ સાથે સંકળાયેલા છે અને ભૂતકાળમાં ગિરીશ સરવૈયા ચર્ચાસ્પદ ચીફ ઓફિસર છે માટે આમ પ્રજાના હિતને બાજુ પાર રાખીને પણ ભાજપ લાવશે તો સરવૈયાને તે સો ટકાની વાત છે.