બે દિવસ પૂર્વે સનાળા બાઇપાસે કાર પાછળ લેવા જેવી નજીવી બાબતે લુખ્ખા તત્વોનો નગરપાલિકાના કાઉન્સીલર ઈંદ્રીશ જેડા ના પુત્ર અલ્તાફ પર ચાર લુખ્ખાઓનો હુમલો 

મોરબીમાં રાજકારણીઓનો પરિવાર પણ સલામત ન હોય તો આમ આદમીનુ શું ? મોરબી પોલીસ પ્રજાની સેવા માટે છે કે લુખ્ખાઓની ?

ફરીયાદી અલ્તાફ જેડા

(ફરીયાદી અલ્તાફ જેડા)

મોરબી તા ૨૬

મોરબી શહેરમાં સનાળા બાઇપાસ ખાતે બે દિવસ પૂર્વે મોરબી નગરપાલિકાના કાઉન્સિલરના  પુત્ર અલ્તાફ જેડા અને તેનો મિત્ર મોસીન ગાલબ પોતાની ઈનોવા કાર નં. જી.જે. ૩૬ એલ ૭૭૭૦ લઈને  જમવા આવ્યા હતા. તે ઘરે પરત ફરી રહ્યા હતા એ સમયે સામે i20 કાર સામે આવતા કાર પરત લેવા જેવી નજીવી બાબતે i20 કારમાં સવાર મોન્ટુ રાવલ, જયસુખ મીયાત્રા અને બીજા બે અજાણ્યા શખ્સોએ કારમાંથી નીચે ઊતરી આ બંને ઉપર હુમલો કર્યો હતો. અને એવી પણ ચર્ચા થઈ રહી છે કે આરોપી મોન્ટુ રાવલે એવી પણ ધમકી આપી હતી કે મારી પાસે રિવોલ્વર છે હું તને મારી નાખીશ. અને બંને વચ્ચે થયેલા હાથાપાઈ માં ફરિયાદી અલ્તાફ નો સોનાનો ચેન પણ તૂટી ગયેલ હતો અને ગાડીના કાચ ઉપર પણ પથ્થર મારવા આવ્યા હોવાની ચર્ચા છે.

આ ઘટનાની જાણ ઘરે જઈને અલ્તાફે તેના પીતા અને નગરપાલિકાના કાઉન્સિલર ઈદ્વીશ જેડા ને જાણ કરતા તેના પરિવારમાં કોઈની જારત હોય તેઓ બાદમાં ફરિયાદ નોંધાવા એ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પરંતુ મોરબી એ ડિવિઝન પોલીસને હર હંમેશની જેમ આવા લુખ્ખા તત્વોને છાવરવા હોય તે પ્રમાણે ફરિયાદ લેવાની આનાકાની કરતા હતા. જે એ વાતની સાબિતી આપે છે કે નગરપાલિકાના કાઉન્સિલર કક્ષાના વ્યક્તિ ને પણ જો મોરબી પોલીસ પાસે ફરિયાદ લખાવી હોય  તો પણ લોઢાના ચણા ચાવવા સમાન છે. તો આમ આદમીની મોરબી પોલીસ સ્ટેશને શું હાલત થતી હશે ? એ ડિવિઝન પોલીસ સાથે ઘણી માથાકુટ કર્યા બાદ પણ આ કેસ બાબતે ફરિયાદ દાખલ ના કરતાં નગરપાલિકા કાઉન્સિલરે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડા ને ફોન કરેલો હતો. જેમાં જાણવા મળતી વિગત પ્રમાણે સાંસદ વિનોદભાઇ ચાવડા અને ડી.વાય.એસ.પી એ મોરબી એ ડિવિઝન માં ફોન કરી ફરિયાદ લેવાનું પ્રેશર કરતા અંતે મોરબી પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરેલ છે.

પરંતુ આ બનાવને કારણે એકવાત તો સાબિત થાય છે કે મોરબી એ ડિવિઝન પોલીસ હંમેશા આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરતી જ રહે છે. મોરબીની પોલીસ પ્રજાની સેવક નહીં લુખ્ખાઓની સેવક લાગી રહી છે તેવી ચર્ચા હાલ સમગ્ર મોરબી શહેરમાં થઇ રહેલ છે. શહેરમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે મોરબી પોલીસ હપ્તા ઉઘરાવવા માંથી ફ્રી થાય તો પ્રજાની સેવા અને સુરક્ષા માટે કાર્ય કરે ને !

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx