મોરબી જિલ્લા ઉપર એક કલેકટર કક્ષાના અધિકારીની નજર : ફરી ભ્રષ્ટાચારની ગંગામાં હાથ ધોવા આવવા માટે ધમપછાડા

મોરબી તારીખ ૨૨

ભ્રષ્ટાચારીઓ માટે રાજ્યના ક્રીમ જીલ્લાઓમાં મોરબી જિલ્લા ની ગણતરી કરવામાં આવે છે. અને નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓની નજર મોરબી જિલ્લા ઉપર હોય તે સ્વાભાવિક છે. ત્યારે એક કલેકટર કક્ષાના અધિકારી જે ભૂતકાળમાં પણ મોરબી જિલ્લામાં સારા હોદ્દા ઉપર ભ્રષ્ટાચાર રુપી સેવા આપી ચૂક્યા છે તે ફરી મોરબી આવવા માટે ઉપરથી નીચે સુધી ધમપછાડા કરતા હોવાની ચર્ચા ચાલી રહી છે.

આવનાર સમયમાં મંત્રીમંડળના વિતરણ પછી કે પહેલાં રાજ્ય સરકાર દ્વારા આઇ.પી.એસ. અને આઇ.એ.એસ અધિકારીઓની બદલી-બઢતી નો દોર હાથમાં લેવાનો છે. તે વાતને ધ્યાનમાં રાખીને એક પછાત જિલ્લામાં કલેક્ટરી  કરતા એક અધિકારી મોરબીમાં કલેકટર તરીકે આવવા માટે મોટા રાજકીય આગેવાનોની ભલામણો કરાવતા શરૂ થઇ ગયા હોવાની ચર્ચા હાલ રાજકીય તેમજ કર્મચારી વર્ગમાં ચાલી રહી છે.

મોરબી જિલ્લા કલેકટર તરીકે હાલ આર.જે. માકડીયા છે અને તેમને સાઇડલાઇન જે તે સમયે કરી દેવામાં આવ્યા હતા અને બાદમાં ફરી મોરબી જેવા જિલ્લામાં મૂકવામાં આવ્યા હતા. જોકે આવનાર સમયમાં તેઓ નિવૃત્ત થતા હોવાની ચર્ચા છે અને હાલ કલેકટર તરીકે તેઓ ભાજપના અમુક આગેવાનોને ગાંઠતા નથી ત્યારે કલેકટરને બદલાવવાની વાત છે માટે આવનાર સમયમાં મોરબીમાં નવાજૂનીના એંધાણ છે.

જાહેરાત વિભાગ