મોરબી
તા.૩૧ ઓગસ્ટ ૧૯
રિપોર્ટ : રજાક બુખારી

મોરબી જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત રંગપર પાસે સગીરની હત્યાની હજુ શાહી નથી સુકાય ત્યા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વધુ એક હત્યાથી ચકચાર મચી જવા પામી છે મોરબી જિલ્લો હત્યા મર્ડરથી લથબથ બની ગયો હોય તેમ દિન પ્રતિદિન હત્યાઓ થઈ રહી છે જે ગંભીર બનાવોને નાથવા પોલીસ નાકામ સાબિત થઈ રહી છે ત્યારે આજે મોરબીના જુના જાંબુડીયા ગામની સીમ વિસ્તારમાં એક અજાણી મહિલાની પત્થરના ઘા ઝીકી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે પોલીસે સ્થળ પર પ્રાથમિક તપાસમાં મહિલાનુ પથ્થરથી માથું છુંદીને ઘાતકી હત્યા કરી હોવાનું પોલીસ અનુમાન લગાવ્યુ છે જેનુ સાચુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અજાણી મહિલાની કરપીણ હત્યા કરાયેલી લાશ પડી હોવાની જાણ મોરબી તાલુકા પીએસઆઇ એમ.વી.પટેલ ને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો જ્યા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને આ મહિલાનું માથુ પથ્થરથી છુદી નાખીને હત્યા કર્યાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવી સાચું કારણ જાણવા મહિલાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે મૃતક મહિલા પરપ્રાંતિય હોવાનુ પ્રાથમિક અનુમાન છે જોકે તેણીના માથાનો ભાગ પત્થરથી છુંદાયેલો હોવાથી હાલ મૃતક મહિલાની ઓળખ મેળવી મુશ્કેલ જણાઈ રહી છે અને આ મહિલાને કોઈએ પથ્થરના ઘા ઝીકી મહિલાની કરપીણ હત્યા કરી નાખી હોય હાલ તો મૃતક મહિલાની લાશને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

જાહેરાત વિભાગ