મોરબી તા ૧૧

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરા ની આરાધના એ જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પ યોજવા મા આવે છે. પ્રવર્તમાન વર્ષે મોરબી જલારામ મંદિર દ્વારા ભુજ-નખત્રણા હાઈ વે પર માનકુવા મુકામે ભવ્ય સેવા કેમ્પ નુ આયોજન તા.૨૩-૯ થી ૨૮-૯ દરમિયાન કરવા મા આવ્યુ છે. જેમા એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ સેવા, ચા-પાણી-નાસ્તો તેમજ ભોજન પ્રસાદ ની સેવા ૨૪ કલાક પ્રદાન કરવા મા આવશે. આ સેવા કેમ્પ ને સફળ બનાવવા સંસ્થા ના શ્રી ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, પોલાભાઈ પટેલ, ચિરાગ રાચ્છ, રાજુભાઈ કાવર, જયેશભાઈ કંસારા,ફીરોઝભાઈ, નવીન ભાઈ માણેક, દીનેશ સોલંકી, હસુભાઈ દેત્રોજા, પ્રવિણ ભાઈ ધામેચા સહીત ના સંસ્થા ના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.