મોરબી કલેકટર કચેરીએ તંત્ર માટે શરમજનક ઘટના : નગરસેવકના આત્મવિલોપનના પ્રયાસથી સમગ્ર મોરબીમાં ખળભળાટ…

કેરોસીન છાંટીને આત્મદાહ કરે તે પહેલા પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા નગરસેવક ને બચાવાયા 

મોરબી તા ૧૦

રીપોર્ટ : રજાક બુખારી

કલેકટરશ્રી અને ચીફ ઓફિસર દ્વારા નગરસેવક ની રજૂઆત સાંભળી યોગ્ય કરવા ખાતરી અપાઈ : જો યોગ્ય પગલાં ન ભરાય તો આગામી તા. ૨૧ ના રોજ વધુ આક્રમક  થવાની કાઉન્સિલર ની ચીમકી

નગરસેવક ની આત્મવિલોપનની ચીમકી ને કારણે શહેરભરમાં ચકચાર જાગી હતી તે પ્રમાણે આજરોજ બપોરે બાર વાગ્યા બાદ નગરપાલિકાના કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી કલેકટર કચેરી ના બગીચા માં એકદમ થી આવી પોતાની સાથે રહેલ કેરોસીન પોતાના શરીર ઉપર નાખી આત્મવિલોપન કરવા જઈ રહ્યા હતા એ સમયે જ દિવાસળી ચાંપે તે પહેલા પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તેઓને બચાવી લેવાયા હતા. કાઉન્સિલરને બચાવી લીધા બાદ પણ તેમના દ્વારા આક્રમક વલણ જાળવી  રાખવામાં આવેલ હતુ.

વધુ માહિતી મુજબ આ ચકચારી ભરી ઘટના બાદ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી ને કલેકટરશ્રી અને ચીફ ઓફિસર પાસે લઇ જવાયા હતા અને કલેક્ટરશ્રી એ ગૌતમભાઈ અને તેમના સાથીઓની રજૂઆત સાંભળી સંતોષપૂર્વક જવાબ આપ્યો હતો અને તમામ સાંત્વના આપી હતી કે તેમના પ્રશ્નો ટૂંક સમયમાં જ દૂર કરવામાં આવશે. નગરપાલિકાના કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી દ્વારા કલેક્ટરશ્રીને આક્રમક વલણ ધરાવી જણાવ્યું હતું કે જો આગામી ૨૧ તારીખ સુધીમાં તેમને  દૂર કરવામાં નહીં આવે તો 21 તારીખે હજુ વધુ આક્રમક પગલાં ભરવામાં આવશે.

તંત્ર સામે લડાઈ કરી રહેલ કાઉન્સિલરને તેમના વિસ્તારના આગેવાનોનો અને પ્રજાનો ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. કાઉન્સિલ દ્વારા પ્રજાના કામ કરવા માટે આત્મદાહ કરવો પડે તે મોરબી માટે ખૂબ જ શરમજનક ઘટના કહેવાય. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર હવે કોઈ પગલા લેશે કે ૨૧ના રોજ હજુ કોઈ મોટી ચકચારી ભરી ઘટના ધટશે ?

 જાહેરાત વિભાગ