એ ડિવિઝન પોલીસ સ્ટેશન એટલે મોરબી જિલ્લા પોલીસનો કમાઉ દીકરો ! ડી સ્ટાફ ધારે એનો તોડ કરી બતાવે છે ?

મોરબી તા. ૨૧

ગુજરાતના મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી એ પણ થોડા સમય પહેલાં જ જાહેરમાં સ્વીકાર્યું હતું કે ગુજરાતનું સૌથી વધુ ભષ્ટ્રાચાર થી ઘેરાયેલું ખાતુ ગૃહ ખાતું છે. ગુજરાતના સર્વોપરી એવા મુખ્યમંત્રીશ્રી પણ સ્વીકારે છે કે પોલીસખાતામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ કોઈ નવાઈની વાત નથી. આમ નાગરિક પણ આ વાતથી સારી રીતે વાકેફ છે. પરંતુ મુખ્યમંત્રીશ્રીએ જાહેરમાં આ વાત સ્વીકારીએ ખરેખર હિંમત ભર્યું કામ છે. આજે ગુજરાતનો દરેક નાનામાં નાનો માણસ પણ જાણે છે કે જો તમે કોઈ નાના ફોલ્ટ માં પણ આવ્યા તો પોલીસને તમારે રૂપિયા ખવડાવવા પડશે જ !

ગુજરાત પોલીસ ખાતામાં ઈમાનદાર અધિકારીઓની પણ કમી નથી. એવા પણ ઘણા પોલીસવાળા છે જે પોતાની ડ્યુટી માટે પોતાનું બધું જ કુરબાન કરી દે છે. પરંતુ મોરબી પોલીસને આવા ઈમાનદાર અધિકારીઓની હરહંમેશ ખોટ રહી છે એકલ દુકલ ને બાદ કરતા. મોરબી જિલ્લામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી ભષ્ટ્રાચાર ખુબ જ વ્યાપી ગયો છે એવી ચર્ચા થઈ રહેલ છે.

મોરબી એ ડિવિઝન દ્વારા દારૂના કેસમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પ્રોબીહીશન ના કેસમાં આરોપીઓ પાસેથી દસ હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીનો તોડ કરતા હોવાની લોકચર્ચા ખૂબ જ પ્રમાણમાં થઈ રહેલ છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે આ તોડ-પાણીમાં પણ  જ્ઞાતીવાદ થતો હોવાની વાત સાંભળવા મળી છે. જો કોઈ પાટીદાર યુવક દારૂના કે જુગારના કેસમાં પકડાઈ તો પોલીસ સ્ટાફ મલકાઈ ઉઠે છે કારણ કે તેમની પાસેથી લાખ રૂપિયા સુધીનો પણ તોડ કરતા હોવાની ચર્ચા છે. જ્યારે બીજી કોઈ જ્ઞાતિ જેમકે બ્રાહ્મણ, લુહાણા, વૈષ્ણવ, મતલબ કે વેપારી યુવક પકડાય તેમની પાસેથી 40 થી 50 હજાર રૂપિયા સુધીનો તોડ કરતા હોવાની ચર્ચા થઈ રહેલ છે. જ્યારે બીજો કોઈ  જ્ઞાતિ ના યુવકો પકડાઈ તો તેમની પાસેથી પણ દસથી વીસ હજાર રૂપિયા સુધીનો તોડ કરવામાં મોરબી પોલીસ પાછીપાની કરતી નથી !

વાત આટલેથી અટકતી નથી નવાઈની વાત તો એ છે કે અમુક કેસમાં આ હદે તોડ થયા બાદ પણ આરોપી ઉપર કેસ કરવામાં આવે છે‌.  માત્ર આરોપીને રાતોરાત છોડી મૂકવા, માર ના મારવા અને અખબારમાં  નામ ના આપવા બદલ આવી મસમોટી રકમ ઉઘરાવાય છે ! પોલીસના ડરના કારણે કે પછી પ્યાસીઓ “સમુંદર માં રહીને મગરમચ્છ સાથે દુશ્મની ના કરાય”  એવું વિચારી આરોપીઓ પોલીસની સામેે થતા નથી. ગુજરાત સરકાર દ્વારા કડક દારૂબંધીના અમલ બાદ પોલીસને ફાવતું જડી ગયું હોય તેમ આરોપીઓને ડરાવીને આટલી મસમોટી રકમ નો તોડ કરવામાં આવે છે. અગાઉ પોલીસ દ્વારા સામાન્ય રકમ લઇ આરોપીઓને છોડી મુકાતા હતા ! માટે આ વાત સમજમાં નથી આવતી કે ગુજરાત સરકારે દારૂબંધીનો આ કાયદાનો કડક અમલ દ્વારા પ્રજાના ફાયદા માટે કરાવ્યો છે કે પોલીસના ?

લોકોમાં તો એવી પણ ચર્ચા થઈ રહી છે કે મોરબીનો ડી સ્ટાફ ધારે તેનો તોડ કરી શકે છે ! આરોપીઓ ગમે તેવા નેતાઓ પાસેથી પણ ફોન કરાવે તો પણ  ઈમાનદાર પોલીસ તોડ કરી ને જ આરોપીને જવા દે છે !

હજુ ગઈ કાલ ના જ થતી ચર્ચા મુજબ મોરબી સીટી કે બી ડિવિઝન પોલીસ દ્વારા જુગારના એક કેસમાં પાટીદાર યુવકોને પકડેલ હતા જેમની પાસે પણ  મસમોટી રકમનો તોડ કરાયા હોવાની ચર્ચા શહેરમાં થઇ રહેલ છે . આ પાટીદાર યુવકો અગાઉ પણ હની ટ્રેપ ની ઘટનામાં પણ ભોગ બનેલ હતા. જ્યારે મોરબી એ ડિવિઝન પોલીસના પણ એક બનાવમાં અંગત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ૬૦ લિટર દેશી દારૂના કેસમાં એક બુટલેગરનુ હજુ તો માત્ર નામ જ ખુલ્યું હતું. છતાં પણ પહેલાથી જ તેને ફોન કરીને વીસ હજાર જેવી રકમની માંગણી કરાઇ હતી જેના બદલામાં બુટલેગરે 17 હજાર આપ્યાની ચર્ચા થઇ રહેલ છે.

ખેર આ બધી તો હવે મોરબી માટે સામાન્ય વાત બની ગયેલ છે. પરંતુ હા મોરબી પોલીસને એક ઈમાનદાર અધિકારીની ખોટ કાયમી રહેલ છે. મોરબીની પ્રજા એક ઈમાનદાર અને કર્મનીષ્ઢ આઇપીએસ અધિકારીની માંગ કરી રહી છે જે મોરબી પોલીસ ઉપર કંટ્રોલ કરી શકે અને શહેરમાં વ્યાપક પ્રમાણમાં વધી રહેલ ભ્રષ્ટાચાર ઉપર અંકુશ લાવી શકે.