મોરબી આરટીઓ કચેરી પાસે આવેલ ઓમ શાંતિ ની દિવાલ તૂટી પડતા ૨૫ ગાયોના મોતથી જીવ દયા પ્રેમીઓ રોષે ભરાયા

મોરબી તા ૧૧

ગઈકાલે બપોરના ઉમિયા સર્કલ પાસે એક દિવાલ તૂટી પડતાં લોકોના મોતની ગોઝારી ઘટના હતી તેની સાથે એ જ સમય દરમિયાન વધુ એક દિવાલ તુટી પડતા 25 અબોલ ગાયોના મોત નિપજ્યા હતા.

જાણવા મળેલી વિગત પ્રમાણે કચ્છ માંથી હીજરત કરી ગયેલ માલધારી પોતાના વતન તરફ પરત ફરતા હતા તે સમય દરમ્યાન ભારે વરસાદના કારણે ગાયોએ મોરબી આરટીઓ કચેરી પાસે આવેલ ઓમ શાંતિ સ્કુલ ની દીવાલની ઓથ લઈ રહી હતી પરંતુ તે જ દિવાલ તેમનો કાળ બની તૂટી પડતા 25થી વધુ ગાયોના મોત નીપજેલ છે.

આ ધટનાથી ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. બે વર્ષ અગાઉ પણ આ જ કરે આવી જ ઘટના બનેલ હતી છતાં પણ તંત્ર એ ધ્યાન ના દેતા બીજી વખત આવી ઘટના બનેલી છે.