મોરબી શહેરમાં યા હુશેનના નારા સાથે નિકળેલા વિશાળ ઝુલુસમાં હિંન્દુ યુવાનોએ ઠેરઠેર શબીલો ચાનાસ્તા કોલ્ડ્રીંકસનુ વિતરણ કરી હિંન્દુ મુસ્લિમ એકતાના દર્શન કરાવ્યા

મોરબી – તા.૧૧ સપ્ટેમ્બર ૧૯
રિપોર્ટ-રજાક બુખારી


મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા યા હુશેનના નારા સાથે શહેરમાં વરસાદી માહોલ વચ્ચે પ્લાસ્ટિક બાંધીને તાજીયાના વિશાળ ઝુલુસમાં જોડાઈ મહોરમ પર્વની અસ્થાભેર ઉજવણી કરી હતી ગતરાત્રીથી તાજીયાઓ પડમાં આવ્યા બાદ આજે કલાત્મક તાજીયાઓ સાથેનુ વિશાળ ઝુલુસ શહેરના મુખ્યમાર્ગો પર નિકળ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને માતમનો પર્વ મનાવ્યો હતો મોરબી શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમામ હુશેનની શાનમાં પોતાના પરિવાર સહીત પોતાના ૭૨ વફાદાર સાથીઓની મહાન શહાદતને અકીદતના ફુલો પેશ કરવા મોરબીમાં શહેર ખતીબ રશીદમિંયા બાપુની આગેવાનીમાં શહેરના માર્ગો પર ઝળહળતા રંગબેરંગી કલાત્મક તાજીયાનુ વિશાળ ઝુલુસ કોમી એકતા ભાઈચારા સાથે કાઢવામાં આવ્યુ હતુ ઝુલુસ દરમિયાન હિંન્દુ યુવાનો દ્વારા ઠેરઠેર શબીલોનુ આયોજન કરી ચાપાણી નાસતો ઠંડાપીણા કોલડ્રીંક્સનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ તેમજ વાઇઝ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અત્રે ઉલ્લેખનીય છેકે કરબલાની શહીદોની યાદમાં મહોરમ પર્વ મોરબી શહેરમાં ભારે માતમ સાથે મનાવવામાં આવ્યો હતો જેમાં મહોરમ પર્વને લઈને ખાસ કલાત્મક તાજીયાઓ તૈયાર કરવામાં આવ્યા હતા જે આજે શહેરના માર્ગો પર ઝુલુસ સ્વરૂપે નિકળ્યા હતા જેમા હિંન્દુ મુસ્લિમ લોકો જોડાઈ કોમી એકતા ભાઈચારાના સાક્ષાત દર્શન કરાવ્યા હતા જે તાજીયાને જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જે મોરબીના નક્કી કરેલા રૂટ પર કલાત્મક તાજીયા ઝુલુસ સ્વરૂપે ફર્યા હતા અને રાત્રે નહેરુગેટ ચોકમા શાંતી સમિતિની બેઠક કરવામા આવી હતી જેમા ધારાસભ્ય બ્રિજેશ મેરજા એસ.પી પી.આઈ નગરપાલીકા પ્રમુખ કેતનભાઈ વિલપરા સહિતના તમામ જ્ઞાતીના હિંન્દુ મુસ્લીમ અગ્રણીઓ હાજર રહયા હતા આમ મોરબી શહેરમાં એકતા એકલાસ અને ભાઈચારાના માહોલમાં તાજીયા સાથે મહોરમ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરી હતી.

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/GKJrtkhnEPG4z69riHpt4u

જાહેરાત વિભાગ