કરબલામાં ૭૨ શહીદોની યાદમાં ગરીબ બાળકો દર્દીઓને ફળફુટ વિતરણ કરીને મહોરમનો પર્વ મનાવ્યો

મોરબી – તા.૧૧ સપ્ટેમ્બર ૧૯
રિપોર્ટ-રજાક બુખારી

મોરબી શહેરમાં મહોરમ પર્વની ઠેરઠેર ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને રંગીન તાજીયાઓથી રસ્તા ઝગમગી ઉઠ્યો છે ત્યારે અનેક દેશોમાં માનવ સમાજની ખીદમત કરવાના ઉમદા હેતુથી કાર્યરત મોહદ્રીષે આઝમ મીશનની મોરબી બ્રાન્ચ દ્વારા મોહરમ પર્વની તહેવારોની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમા મોહદ્રીષે આઝમ મીશનની મોરબી બ્રાન્ચના પ્રમુખ સૈયદ સાબીરમીયા બાપુ કાદરી જીલાની સેક્રેટરી સલીમભાઈ અજમેરી મહેબુબભાઈ અજમેરી અને મીશનના આગેવાનો દ્વારા આજના તાજીયા પર્વ દીનને અનોખી રીતે અને સાદગીથી ઉજવ્યો હતો જેમા મોરબી સરકારી હોસ્પિટલના દર્દીઓ અને શહેરના પાંડા પુલ નીચે રહેતા ઝુપડપટ્ટીના ગરીબ બાળકોને કરબલાના ૭૨ શહિદોની યાદમાં ફળફ્રુટ વિતરણ કરી અનોખી રીતે મોહરમ તાજીયા પર્વની ઉજવણી કરી હતી આ સેવાયજ્ઞમાં મોહીદ્રષે આઝમ મીશનના સહયોગી આગેવાનો પૈકીના પ્રમુખ મૌલાના સૈયદ સાબિરમીયા બાપુ કાદરી જીલાની ઉપપ્રમુખ સૈયદ નિઝામુદ્દીનમીયા બાપુ કાદરી જનરલ સેક્રેટરી સલીમભાઈ અજમેરી મહેબુબભાઈ અજમેરી સહિતના આગેવાનો જોડાઈ તમામે જહેમત ઉઠાવી કરબલાના ૭૨ શહીદોને સેવા અર્પણ કરી ગરીબ દર્દીઓ બાળકોની દુઆ લઈને ધન્યતા અનુભવી હતી..

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/GKJrtkhnEPG4z69riHpt4u

જાહેરાત વિભાગ