દેવર સાથે આડાસંબંધ હોય લગ્નનું દબાણ કરી અન્ય જગ્યાએ લગ્ન ન થવા દેતી હોય જેથી મહિલાનુ ઢીમ ઢાળી દીધાની આરોપીએ આપી કબુલાત

મોરબી – તા-૮-૯-૨૦૧૯
રિપોર્ટ-રજાક બુખારી

મોરબીના જાંબુડિયા ગામ નજીકથી અજાણી મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળ્યા બાદ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ એલસીબી ટીમને સોપી હતી જેની તપાસ ચલાવતા જેમા મૃતક મહિલાની ઓળખ કર્યા બાદ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે તો મૃતક મહિલાને તેના દેવર સાથે આડાસંબંધ હોય અને લગ્નનું દબાણ કરતી હોવાથી તેની હત્યા કર્યાની આરોપીએ કબુલાત આપી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જાંબુડિયા ગામ નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેની ઓળખ રીના ઉર્ફે ટીના રામપ્રસાદ જમાદાર રહે.હાલ શાપર વેરાવળ જી.રાજકોટ જે બનાવ અંગે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જેમા જીલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી અને શકદાર તરીકે વિષ્ણુપ્રસાદ કરનસિંગ દેવીપુજક રહે.શાપર વેરાવળ મુળ એમપી વાળો હોવાનું જાણવા મળતા એલસીબી ટીમે આરોપીને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા હત્યાની કબુલાત આપી હતી તેમજ આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે મૃતક મહિલા તેની ભાભી હોય અને આરોપી સાથે આડાસંબંધ હોય જેથી લગ્નનું અવારનવાર કહેતી હતી અને લગ્ન બીજે થવા દેતી ના હોય જેથી પથ્થરના ઘા મારી તેનું મોત નિપજાવ્યાની કબુલાત આરોપીએ આપી છે જેની પાસેથી એક મોબાઈલ પોલીસે કબ્જે લીધો છે