સવારે ઈદનું ભવ્ય ઝુલુસ નીકળ્યું : મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ જોડાઈને સામુહિક નમાઝ અદા કરી

મોરબી તા ૧૨,
રિપોર્ટ – રજાક બુખારી

મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજના શહેર ખતીબ હાજી રશીદમિંયા બાપુની આગેવાની હેઠળ જુમ્મા મસ્જીદેથી હજારોની સંખ્યામા ભવ્ય ઝુલુસ કાઢવામા આવ્યુ હતુ અને ઈદગાહમા હજારો મુસ્લીમ બિરાદરોએ બકરા ઈદની નમાઝ અદા કરી સગા સનેહીઓને તેમજ હિન્દુ મુસ્લીમ ભાઈઓએ એકબીજાને ઈદની મુબારક બાદી આપી હતી બકરા ઈદ નિમિતે આજે સવારે ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.બાદમાં જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે આશરે 10 હજાર જેટલા મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી હતી.

મોરબીમાં સુની મુસ્લિમ સમાજના આશરે 10 હજાર જેટલા લોકોએ સામુહિક નમાઝ અદા કરીને પરિવારના કલ્યાણ સાથે દેશમાં કાયમ અમન શાંતિ રહે તેવી અલ્લાહ પાસે દુઆઓ માંગી હતી.બાદમાં મુસ્લિમ બિરાદરોએ એકમેકને ભેટીને ઇદની મુબારક બાદી પાઠવી
હતી અને કુલબાની કરી શરિયત અદા કરી હતી બાદમાં લોકોએ પોતાના પરિવાર સાથે હરવા ફરવા નીકળીને ઈદની ઉજવણી કરી હતી.