મોરબી તારીખ 11

મોરબી શહેરને અડીને આવેલા શનાળા ગામ ને ચીરીને નીકળતા રાજકોટ કંડલા બાયપાસ ઉપર શનાળા ગામ થી લઇ ને છેક નવલખી ફાટક સુધી  કાયમી પણે ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી રહી છે અને તેમાંય ખાસ કરીને વાવડી ચોકડી ઉપર સવારના સમયે તેમજ મોડી સાંજના સમયે માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા જોવા મળે છે.

નવલખી ફાટક તેમજ સનાળા બાઇપાસ વચ્ચે આવતી વાવડી ચોકડી ઉપર વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સ્થાનિકોની એવી માંગ ઉઠી છે કે આ ચોકડી ઉપર કોઈ ટ્રાફિક જમાદાર ઊભા રાખવામાં આવે જેથી કરીને સમસ્યાનું યોગ્ય નિવારણ આવી શકે. આમ પણ વધતાં જતાં ટ્રાફિકને કારણે આ ચોકડી અકસ્માત ઝોન બની જાય છે. તેવા સમયે જે રીતે નવલખી ફાટક ઉપર ટ્રાફિક સમસ્યાના કારણે જેમ પોઈન્ટ ઉભો કરીને ટ્રાફિક જમાદાર ની નિમણૂક કરી છે તેવી જ રીતે વાવડી ચોકડી ઉપર પણ ગોઠવણ કરવી જોઈએ.

આ ઉપરાંત વાવડી ચોકડી થી લઈને વાવડી ગામ સુધી છેલ્લા થોડા સમયમાં ખૂબ જ ડેવલોપમેન્ટ વધી રહ્યું છે. ત્યારે અહીં વસ્તી વધારાના કારણે સ્થાનિક લોકોની એવી માંગ ઉઠી છે કે રાત્રિના આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવામાં આવે તે પણ ઘણું જરૂરી છે. શહેર એ ડીવીઝન અને મોરબી તાલુકા ની હદ આવતી હોય બંને પોલીસ સ્ટેશનની હદ વચ્ચે આવતા હોવાના કારણે રાત્રી પેટ્રોલીંગ થોડું સુસ્ત જોવા મળી રહ્યું છે તેવું સ્થાનિક રહીશોનુ માનવુ છે.

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/GKJrtkhnEPG4z69riHpt4u

જાહેરાત વિભાગ