મહેન્દ્રપરા વિસ્તારમા વગર વરસાદે ગટરના દુર્ગધ ફેલાવતા ગંદાપાણીના લીધે શ્રાવણમાસના પવિત્ર મહિનામા લોકોને પુજાપાઠ માટે ધરથી બહાર નીકળવુ મુશકેલ બન્યુછે

મોરબી-તા ૨૦ ઓગસ્ટ ૧૯
રિપોર્ટ-રજાક બુખારી

મોરબીમા છેલ્લા દશેક દિવસથી મહેન્દ્રપરા વિસ્તારની શેરીઓમા દુકાનોમા અને ધરમા ગટરના ગંદાપાણી ફરી વળ્યા છે ત્યારે આ અંગે લતાવાસીઓ એ પાલીકા તંત્રને વારંવાર રજુઆતો કરવા છતા નિંભર પાલીકા તંત્રના પેટનુ પાણી પણ હલતુ નથી ત્યારે આ વિસ્તારમા ગટરના દુર્ગંધ મારતા ગંદાપાણીથી લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને પાલીકાતંત્ર પર ચોમેર ફિટકાર વરસી રહયો છે.


હાલે શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહયો હોય ત્યારે લતાવાસીઓને મંદીરે પુજાપાઠ કરવા જવુ પણ મુશકેલ બન્યુ છે અને નાના ભુલ્કાઓને શાળાએ જવામા પણ મહા મુસીબતોનો સામનો કરવો પડે છે તેમજ હાલે ગટરના પાણી દુકાનોમા ધુસી જતા વેપારીઓને પણ મજબુરીથી ગટરના પાણીમા પોતાના ધર ગુજરાન ચલાવવા દુકાનો ખુલ્લી રાખી વેપાર ધંધો કરવાની નોબત આવી છે ત્યારે આવી નર્કાગાર જેવી હાલતમા રહીને લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે ખરેખર નગરપાલીકા તંત્ર પ્રજાને સુવિધા આપવામા નિષ્ફળ નિવડયુ છે અને પાલીકાના ચિફ ઓફિસરને પણ મોરબીની પ્રજાના પ્રશ્રો હલ કરવામા બિલકુલ રસ નો હોય તેવુ સ્પષ્ટ જણાય રહયુ છે જેથી પાલીકામા ગીરીશ સરૈયા ઉત્સાહી ચિફ ઓફીસરની જરુરીયાત હોવાની લતાવાસીઓએ માંગણી કરી હતી અને વધુમા જણાવ્યુ હતુ કે જો વિસ્તારમા ગટરના ગંદાપાણીનો તાત્કાલીક નિકાલ કરવામા નહી આવે તો પાલીકામા ગટરના પાણી ઠાલવી તાળાબંધી કરાશે તેવી ચિમકી લતાવાસીઓ એ આપી હતી