મોરબી તા ૧૦, રજાક બુખારી

 

મોરબી જીલ્લામાં બારે મેધ ખાંગા થતા દશ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે મહેર શરુ થયા બાદ મોડી રાત્રીથી મેઘાએ તોફાની બેટિંગ શરુ કરી છે

 

ત્યારે મોરબી જીલ્લાના ટંકારાના મેઘપર ઝાલા ગામનું તળાવ ભારે વરસાદને પગલે તૂટ્યું હતું જેથી ગામમાં પાણી ભરાય ગયા છે અને મેધપર ઝાલા ગામ સંપર્ક વિહોણુ બની જતા ગ્રામજનો ભારે મુશકેલીમા મુકાયા હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ હતુ ત્યારે તંત્ર મદદરુપ બને તેવી લોક ફરીયાદ ઉઠી છે તો ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા અગાઉ જ તાકીદની બેઠક મળી હતી જેમાં એનડીઆરએફ ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે તો હળવદના બ્રાહ્મણી ૨ ડેમના ઓવરફલોની શક્યતાને પગલે હેઠવાસના ૯ ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે બપોર સુધીમાં ડેમના પાંચ દરવાજા ખોલવાની સ્થિતિ સર્જાઈ શકે તેમ હોય પાડાપુલનો નીચેનો રોડ બંધ કરી ઝુંપડપટી વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્ર સક્રીય બન્યું છે.