“મીશન કાશ્મીર” સમગ્ર દેશમાં ખુશીનો માહોલ : મોરબી ભાજપ દ્વારા પણ કરાઈ ઉજવણી

મોરબી તા. ૦૫

ભારત દેશની આઝાદી બાદ આજે ફરીવાર સમગ્ર દેશમાં આઝાદી જેટલો જ ખુશીનો માહોલ થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં લોકો આજે કેન્દ્ર સરકાર દ્વારા આજે જમ્મુ કાશ્મીર માં કલમ 35 A, કલમ 370 અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સાશીત રાજ્ય બનાવવાના ફેસલાને લઈને ઉજવણીનો માહોલ છે અને ફટાકડા ફોડી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

મોરબી સુપર માર્કેટ ખાતે પણ ભાજપ દ્વારા ફટાકડા ફોડી કેન્દ્ર સરકારના આ ફેસલાને વધાવવામાં આવ્યો છે. એમાં મોરબી-માળિયા ન પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ પણ ખુશીના માહોલમાં હાજરી આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. ઢોલ-નગારાના નાદ સાથે અને ફટાકડા ફોડીને લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.