માળીયા મિંયાણાના જખરીયા વાંઢ વિસ્તારના બે મુસ્લીમ યુવાનો તણાયાની જાણ તંત્રને કરવા છતા આઠ કલાક બાદ બચાવ ટીમ આવી મુંગા મોઢે પરત ફરી ગઈ

મોરબી તા. ૧૧

રિપોર્ટ – રજાક બુખારી

મોરબી જીલ્લાના અતિ પછાત એવા માળીયા મિંયાણા તાલુકાની પ્રજા પ્રત્યે સુગ હોય તેમ તાજેતરમા ભારે વરસાદના કારણે નદી નાલા છલકાયા હતા ત્યારે માળીયા મિંયાણા નાં જખરીયા વાંઢ વિસ્તારમા રહેતા સૈયદ કાસમમીંયા અલ્લારખા બાપુ તેમજ કટીયા અવેશ સુભાનભાઈ સહિત ચાર મુસ્લીમ યુવાનો પોતાના ધરે જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામા આવતા કોઝવેમા વરસાદી પાણીમા પસાર થવા જતા ચારેય યુવાનો તણાયા હતા જેમાથી બે યુવાનોને તરતા આવડતુ હોય જેનો ચમત્કારિક બચાવ થયો હતો અને બે યુવાનો પાણીના પ્રવાહમા તણાયા હતા અંગે નગરપાલીકા પ્રમુખને જાણ કરાતા બચાવ ટીમને જાણ કરાઈ હતી પરંતુ સરકારી તંત્રને બીલકુલ પછાત જ્ઞાતીના લોકોમા રસ ન હોય તેમ રેસકયુ ટીમે જણાવ્યુ હતુ કે અમો મોટા દહીસરા ગામ છીએ ફ્રી થયને આવશુ તેવો જવાબ આપતા યુવાનોના પરીવારજનોએ જાત મહેનત જીંદાબાદનુ સુત્ર અપનાવી જખરીયાવાંઢ વિસ્તારના લોકોએ પોતાની પ્રાઈવેટ હોળીઓ લઈ અમુક યુવાનો છાતી સમા પાણીમા આખી રાત ઉજાગરો કરી બને યુવાનોને શોધવા પ્રયાસો કર્યા હતા.

ત્યારે રાત્રે એક વાગ્યે આઠ કલાક બાદ બચાવ ટીમ આવી અને માત્ર એટલુ જ  બોલી કે રાત પડી ગઈ છે હવે કાઈ નો થાય સવારે તપાસ કરશુ ! તો શુ બચાવ ટીમની આ કામગીરી છે ? બચાવ ટીમનુ કામ અસરગ્રસ્તોને ધટના સ્થળે જઈને બચાવાનુ છે કે મરી ગયા પછી લાશ શોધવાનુ નથી તેવુ મૃતકના પરીવારજનોએ જણાવ્યુ હતુ આ બનાવને વીસ કલાક વિત્યા બાદ એક તણાયેલ પરણીત યુવાન સૈયદ કાસમમીંયા અલારખામીંયાની લાશ ખારીમાથી જખરીયા વાંઢ વિસ્તારના સેવાભાવીઓ અને પરીવારજનોએ શોધી કાઢી હતી બીજા યુવાનની શોધખોળ ચાલુ છે.


ત્યારે તંત્રની ધોર બેદરકારી અને મુસ્લીમ પછાતવર્ગના લોકો પ્રત્યે અન્યાયની ભાવનાથી મૃતકના પરીવારજનો માં રોષ ફેલાયેલો જોવા મળી રહયો હતો કારણ કે આ બનાવ બન્યાની જાણ તંત્રને કરી હોવા છતા કલાકો સુધી કોઈ ફરકયુ નહી અને કોઝવેમા તણાયેલા મુસ્લીમ યુવાનોના પરીવારજનો તંત્ર મદદે આવશે તેવી આશા સાથે આખીરાત આસુઓની નદીઓ વહાવી છતા તંત્ર ડોકાયુ નહી તેમજ માળીયા મિંયાણાના જુના ધાંટીલા ગામે પણ ભરવાડ યુવાન તણાયો તેને પણ કલાકો વિતી છતા ત઼ત્ર ભરનિંદ્રામા હોય તેવુ જણાય રહયુ છે અને વવાણીયા ગામે મિંયાણાવાસમા મુસ્લીમ યુવાન તણાયાની જાણ બચાવ ટીમને કરી ત્યારે પણ બચાવ ટીમ આવી મુંગા મોઢે પાછી ફરી ગઈ આખરે સ્થાનીક લોકોએ જાતે રેસકયુ કરી યુવાનને બચાવ્યો હતો ત્યારે આ ત્રણ બનાવમા પોલીસ મામલતદાર કે બચાવ ટીમને બીલકુલ રસનો હોય તેવુ જણાય આવે છે ત્યારે કલેકટર આ ગંભીર બનાવને ધ્યાને લઈ શુ કાઈ પગલા ભરે છે તે જોવાનુ રહયુ

માળીયા મિંયાણાના જખરીયાવાંઢ વિસ્તારના બે યુવાનો તણાયા ત્યારે સૈયદ અબ્દુલાશા બાપુ ડેલીવારા નગરપાલીકા પ્રમુખ પાલીકા ઉપ પ્રમુખ રહીમભાઈ જામ તેમજ આગેવાનો ઓસમાણભાઈ જેડા હનીફભાઈ જેડા અને જખરીયાવાંઢ વિસ્તારના તમામ સ્થાનિક લોકોએ રાત ઉજાગરા કરી યુવાનોની શોધખોળ કરવા ભારે જહેમત ઉઠાવી હતી