વવાણીયા થી ખીરઈ ઈદ કરવા જતા બુખારી પરીવારની નજર સામે કાર ચાલકે રાષ્ટ્રીય પક્ષી મોરને હડફેટે લેતા ઈજાગ્રસ્ત હાલતમા સારવાર કરાવી હતી

,

મોરબી-તા ૧૨ ઓગસ્ટ ૧૯
રિપોર્ટ-રજાક બુખારી

માળીયા મિંયાણા તાલુકાના સરવડ ગામ પાસે જામનગર સ્ટેટ હાઈવે પર પુર ઝડપે આવતી કાર ચાલકે રાષ્ટ્રીય પક્ષી મોરને હડફેટે લેતા સામેથી આવતા ભાજપ અગ્રણી ઈશાકમીયા અબ્બાસમીયા બુખારી તેના પરીવાર સાથે ખીરઈ ઈદ કરવા જઈ રહયા હતા તેને આ બનાવ નજરો નજર જોતા બાવળની જાળીમા ફંગોળાઈને પડેલ ઈજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષીને બહાર કાઢી કારમા સાથે લઈને ખીરઈ ગામે જઈને પ્રાથમિક સારવાર કરાવી હતી ત્યારે અત્યારે તેની હાલત સુધરી જતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામા આવી હતી બકરાઈદના ખુશીના તહેવારમા રાષ્ટ્રીય પક્ષીનો જીવ બચાવી બુખારી પરીવારમા ઈદની ખુશીની સાથે રાષ્ટ્રીય પક્ષીને બચાવવાની પણ ખુશી જોવા મળી હતી