માળીયા મિંયાણા ગ્રામ્યના સરપંચો અને ગ્રાહકોએ અનેક વખત જુનિયર ઈજનેર ડોમડીયા ઉડાવ જવાબ આપતા હોવાની ફરિયાદ કરી હતી જેથી નાયબ ઈજનેરે મેમો પાઠવતા ઉશ્કેરાઈ જતા બઘટાડી બોલાવી નાયબ ઈજનેરને માર માર્યો હતો..

મોરબી – તા.૨૫ ઓગસ્ટ ૧૯
રિપોર્ટ-રજાક બુખારી

માળીયામિંયાણાના પીપળીયા ચોકડી પાસે આવેલા પીજીવીસીએલના સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રભાઈ રામજીભાઈ પરમાર તેઓને માળીયા મિંયાણા ગ્રામ્યના સરપંચો અને ગ્રાહકો દ્વારા વારંવાર જુનિયર ઈજનેર ડોમડીયા ઉડાવ જવાબ આપી તોછડુ વર્તન કરતા હોવાની ફરિયાદ ઉઠતા અને સરપંચો દ્વારા લૈખિત ફરીયાદો આવતા ડોમડીયા વિરૂદ્ધ મેમો આપી ઉપરી અધિકારીઓને આ અંગે જાણ કરતા તેનો ખાર રાખી ચેમ્બરમાં ઘુસી ગાળાગાળી કરી ઢીંકાપાટુનો મારમારી લાફા વાળી કરતા નાયબ ઈજનેરને મોરબીની સિવિલ હોસ્પિટલ દાખલ થવુ પડ્યુ હતુ જ્યા તેઓને છાતીના ભાગે તેમજ મોઢાના ભાગે દુખાવો થતો હોવાનુ જણાવ્યુ હતુ આ અંગે તેઓએ ગ્રાહકોની ફરીયાદ આવતી હોય જેની ઉપરી અધિકારી પાસે રિપોર્ટ કર્યાનો ખાર રાખીને જુનિયર ઈજનેર ડોમડીયાએ માર મર્યાની નાયબ ઈજનેરે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.. પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા અને પીપળીયા ચોકડી પાસે આવેલા માળીયા મિંયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા પીજીવીસીએલના સબ ડિવિઝનમાં નાયબ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્ર રામજીભાઈ પરમારએ તેના જ સબ ડિવિઝનમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ હરિલાલ ડોમડિયા સામે માર મર્યાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છેકે આ જુનિયર ઈજનેર મનફાવે તેવુ વર્તન કરતા હોવાની તેમજ ગ્રાહકોને ઉડાવ જવાબો આપતા હોવાની ગ્રામ્ય વિસ્તારના સરપંચો તેમજ ગ્રાહકોએ ફરિયાદ ઉઠી હતી જેમા માળીયા મિંયાણા ગ્રામ્ય વિસ્તાર હેઠળના ગામોમાં વીજળીની કામગીરી બાબતે સ્થાનિકોની તથા માળીયા મિંયાણા સરપંચ એસોસિએશન તરફથી ફરિયાદો ઉઠતા આ જુનિયર ઈજનેરની બેદરકારી અંગે નાયબ ઈજનેરે ઉપરી અધિકારીને રિપોર્ટ કર્યો હતો જેથી આ બાબતનો ખાર રાખીને જુનિયર ઈજનેરે પોતાના ઉપરી અધિકારી નાયબ એન્જિનિયરને નિશાન બનાવી ચેમ્બરમાં ઘુસી જઈને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ફડાકા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનુ જણાવ્યુ હતુ પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
ત્યારે નાયબ ઈજનેર દેવેન્દ્રભાઈ પરમારની માળીયા મિંયાણા તાલુકા વિસ્તારમાં મચ્છુપુર દરમિયાન તેભજ સારી કામગીરી કરવા બદલ એવોર્ડ મેળવી સન્માનિત થય ચુકયા છે અને આ વિસ્તારમા લોકો પ્રત્યે લાગણી હોય અનેક વખત મોટા ફોલ્ટનુ ત્વરિત કામગીરી કરી નિરાકરણ લાવાની સાથે સારી કામગીરીની પ્રસંસા લોકોના મુખે સાંભળી છે જેઓ ખડેપગે રહી મદદરૂપ બન્યા છે ત્યારે આવા અધિકારી પર આવૃ કૃત્ય કરનાર જુનિયર ઈજનેર પર પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી કડક પગલા ભરે તે જરુરી બન્યુ છે.

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx