પુજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિએ બીએસએફ સીઆરસીએફ એનએસજી સહીતના ૭૦૦ અધિકારી અને જવાનો પોરબંદર થી દિલ્લી સુધી સાયકલ યાત્રા કરશે ઠેરઠેર સ્વાગત કરાયુ

માળીયામિંયાણા
તા.૧૧ સપ્ટેમ્બર ૧૯
રિપોર્ટ : રજાક બુખારી

મોરબીમાં પોરબંદરથી શરૂ થયેલી સાયકલ યાત્રા આજે પહોંચી હતી જેનુ ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યુ છે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં અલગ અલગ કાર્યક્રમોની જોરશોરથી આયોજનની તૈયારી થઈ રહી છે ત્યારે મહાત્મા ગાંધી બાપુની અહિંસા અને નશામુકિતની વિચારધારાને વેગ આપવા માટે વિવિધ સુરક્ષા દળો જેવા કે બીએસએફ સીઆરસીએફ આઈટીબીપી એસએસબી સીઆઈએસએફ એનએસજી અને આશમ્રિફેલેસના કુલ ૭૦૦ અધિકારીઓ જવાનો પોરબંદરથી દિલ્હી સુધી સાઈકલ યાત્રા કરશે જે તમામ સાઈકલ યાત્રીઓનું વિરવિદરકા અને માળીયા ખાતે સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો જેમા અેરકોન મેક્રોંસ પ્રાઇવેટ લિમિટેડ તથા જીપભારત દ્વારા સમગ્ર સંચાલન હાથ ધરવામાં આવ્યુ હતુ આ તકે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને રાજકીય વ્યક્તિ તેમજ સરકારી ઓફિસરની પ્રેરણાદાયી ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો જેમા માળીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.ડી.ઝાલા સહીતનો સ્ટાફ સ્વાગત સમયે ઉપસ્થિત રહી સાયકલ યાત્રીકોનુ સ્વાગત કર્યુ હતુ

જાહેરાત વિભાગ

 

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/GKJrtkhnEPG4z69riHpt4u