મોરબી તારીખ ૦૬

ભાજપ આગેવાન અને વાંકાનેર ભાજપના સર્વેસર્વા જીતુ સોમાણીએ સરકારી હોસ્પિટલના તબીબ ને મારેલ ફડાકાની ઘટનામાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી એવા જીતુભાઈ સોમાણી એ ગુના બાબતે મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મુક્યા હતા. અને આ બાબતે આજે તારીખ હતી. પરંતુ કોઈ નિર્ણય  પહેલા ગઈકાલે મીડિયામાં એવા સમાચાર વાયરલ થઇ ગયા હતા કે જીતુ સોમાણીને આગોતરા જામીન મળી ગયા છે.

મોરબીના એક વેબ પોર્ટલ દ્વારા આવા ખોટા સમાચાર વાઈરલ થતા મોરબી સેસન્સ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને આ વેબ પોર્ટલ સાથે જોડાયેલ જવાબદાર પત્રકારોને તાત્કાલિક કોર્ટનું તેડું મોકલ્યું હતુ. અને આ લખાઇ રહ્યું છે ત્યારે તેમને કોર્ટમાં બેસાડી દીધા છે.

કોર્ટે આગોતરા જામીન નો નિર્ણય કરે તે પહેલા ખોટા સમાચાર વાઈરલ થતા પ્રથમ તો વેબપોર્ટલ ધ્યાનમાં આવતા તેમના જવાબદાર વ્યક્તિ એ સમાચાર હટાવી દીધા હતા જોકે સમાચાર કાલે મોડી સાંજે જ પ્રસારિત થઈ જતા ચર્ચાનો વિષય બનતા કોર્ટના ધ્યાનમાં આવ્યા હતા. કોર્ટના કોઈ પણ ચુકાદા પેહલા આવા સમાચારો વાયરલ થઇ તે કોર્ટ ના સંભવિત ચુકાદાને અસર કરી શકે છે.જે અરજદાર માટે હાનિકારક છે

હાલ આ લખાઈ જાય ત્યાં સુધી સેસન્સ કોર્ટે જવાબદાર બંને પત્રકારોને બેસાડી દીધા છે અને સંભવત માફીપત્ર લખાવે અથવા તો ઘટનાની ગંભીરતા સમજી ફરિયાદ પણ દાખલ થાય. તે જે થાય તે પરંતુ પત્રકારો પાસે દરેક સમાચારોના સોર્સ હોય છે માટે આ ખોટા સમાચાર કોના સોર્સથી વાયરલ થયા અને આવા ખોટા સમાચાર જે અતિ ગંભીર બાબત છે તે વાયરલ કરવા પાછળ ઈરાદો શું હતો ? તે બહાર આવે તે અત્યંત જરૂરી છે. અને તેમની સામે ગંભીર પગલાં લેવાય તો ભવિષ્યમાં ન્યાયાલય સામે ચેડા કરવાની કોઈ હિંમત નહીં કરે.