વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વળાંક પાસે આજે વહેલી સવારે બે એસ.ટી. બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયા હતો જેમાં મોટી સંખ્યામાં મુસાફરો ઇજાગ્રસ્ત થયા હજુ બનાવ તાજો જ હોવાથી ઇજાગ્રસ્તો વિશે ચોક્કસ માહિતી મળવા પામી નથી પરંતુ હાલના સમયખ તમામ ઈજાગ્રસ્તોને વાંકાનેર સરકારી હોસ્પિટલ તેમજ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. બનાવની જાણ તંત્રને થતા વહેલી સવારથી જ તંત્ર ઈજાગ્રસ્તોને બચાવવા કામે લાગ્યું છે. હાલના સમયે બસમાથી ઈજાગ્રસ્ત બહાર કાઢવા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર એસ.ટી. ડોપો ખાતેથી રાજકોટ જવા માટે વહેલી સવારે 6:30 વાગ્યે ઉપડતી અને રાજકોટથી વાંકાનેર આવવા માટે રાજકોટ ડેપોએથી 6:05 એ ઉપડતી બે એસ.ટી. બસો વચ્ચે આજે 7:15 વાગ્યે વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે આવેલા વળાંકમા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતને લધી ડ્રાઇવર સહિત અનેક પેસેન્જરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેને હાલ બચાવી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે….

આ ગંભીર અકસ્માતથી ડ્રાઇવર સહિત અનેક પેસેન્જરો પણ ઈજાગ્રસ્ત થયા હતા, લોકોની ચિખા ચિખ વચ્ચે તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ ઈજાગ્રસ્ત બંને ડ્રાઇવરોને રાજકોટ રિફર કરાયા છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બંને બાજુ વહેલી સવારે બસો ઉપડતી હોય તો પેસેન્જર માં મુખ્યત્વે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ જ હતા જેમાંથી ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષા પણ શરૂ હોય જેમના ભવિષ્ય પર પઢ સવાલ ઉભા થયા છે….

હાલના તબક્કે આ ગંભીર અકસ્માતના લીધે તંત્ર બચાવ કામગીરી એ દોડ્યુ છે અઞે મુસાફરોને બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી રહ્યા છે….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/I0ptLqE8OsJGKci8fiL6jM

જાહેરાત વિભાગ