મોરબી તારીખ ૧૨

આગામી ૧૬ સપ્ટેમ્બર થી ગુજરાતમાં નવા મોટર વ્હિકલ અધિનિયમ લાગુ પડવા જઈ રહ્યા છે જેના કારણે પ્રજામાં અફડાતફડીનો માહોલ છે. સમગ્ર ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પીયુસી અને h.s.r.p. માં ખૂબ જ લાંબી લાઇનો લાગેલ છે. પ્રજાના ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પીયુસીના ધંધાર્થીઓ પ્રજાને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે.પાંચ ગણા રૂપિયા દેવા છતાં પણ પીયુસી કઢાવવા માટે લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે.

પરંતુ જાહેર જનતાને પીયુસી મેળવવાનું અને હાઇ સિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની કામગીરી અંગે સરકાર શ્રી સહાનુભૂતિભ પૂર્વક વિચાર કરી મુદતમાં વધારો કરવાનું નક્કી કરેલ છે. જે મુજબ પીયુસી મુદત તારીખ 16 સપ્ટેમ્બરના બદલે આગામી 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઇ છે. જ્યારે હાઇ સિકયુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાડવાની મુદતમાં એક માસનો વધારો કરવામાં આવેલ છે.જેથી આગામી તારીખ 16 ઓક્ટોબર સુધી પ્રજાને નંબર પ્લેટ લગાવવાનો સમય મળી રહેશે.

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/GKJrtkhnEPG4z69riHpt4u

જાહેરાત વિભાગ