તા. ૧૫

ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલી વખત જ કોન્ટેબ્યુબરી સ્ટાફને ‘અઠવાડિયે રજા’ નિશ્ર્ચિતપણે મળે તે દિશામાં કામગીરી થઇ રહી છે. ઘળિયાળનો કાંટો જોયા વગર નોકરી કરતાં પોલીસ કર્મચારીઓની ‘પરિવારને સમય ફાળવી શકાતા નથી’ તેવી રીતે ફરિયાદ હવે ઘટશે અથવા તો નહીં રહે.

અમદાવાદના સાત પોલીસ સ્ટેશનોમાં કોન્ટેબ્યુરી (પીએસઆઇથી નીચેની કેડર) સ્ટાફને ‘ત્રણ શિફટમાં નોકરી’ અને ‘વિકલી ઓફ’નો પ્રાયોગિક અમલ અમદાવાદ શરૂ થયો છે. ત્રણ શિફટમાં નોકરી લેવાશે તો પોલીસકર્મીએ નિયમાનુસાર આઠ કલાક જ ફરજ બજાવવાની રહેશે. જયારે અઠવાડિયે એક દિવસ ‘રજા’ મળશે તેનાથી પરિવારને નિયમિતપણે સમય આપી શકશે. અમદાવાદમાં પ્રાયોગિક બદલાવ સફળ થશે અથવા તો આવશ્યક સુધારા કર્યા બાદ તેનો અમલ રાજયના તમામ પોલીસ સ્ટેશનમાં કરાશે.

અમદાવાદના ઝોન-3 ડીસીપીએ એક યાદી જારી કરી ખાડિયા પોલીસ સ્ટેશનમાં પ્રાયોગિક ધોરણે પોલીસ કર્મચારીઓને વીકલી ઓફ આપવા તેમજ ત્રણ શિફટમાં ફરજ લેવા આદેશ કર્યો હતો. પોલીસ કમિશ્નર એ.કે સિંઘના આદેશ અનુસાર, અમદાવાદના તમામ સાત ઝોનમાં એક-એક એટલે કે કુલ સાત પોલીસ સ્ટેશનમાં નવો પ્રાયોગિક અમલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ જેવા કાર્ય ભારણવાળા શહેરના પોલીસ તંત્રમાં બદલાવ સફળ રહેશે તો અન્ય શહેર, જિલ્લામાં પણ વીકલી ઓફ અને ત્રણ શિફટમાંફરજ લેવા કાર્યવાહી કરાશે.

પોલીસ સૂત્રોનું કહેવું છે, કે આમ તો પોલીસને અઠવાડિક રજાનો નિયમ છે જ, પણ બંદોબસ્ત કે કોઇને કોઇ ગુનાના ઉકેલ માટે દોડધામમાં આ નિયમનો ચૂસ્ત અમલ થતો નથી. રજામાં નોકરી કરે તેનો ‘રજા પગાર’ મળતો હોય છે. પણ રજા પગાર જતો રહે છે. ત્રણ શિફટમાં આઠ-આઠ કલાકની નોકરીમાં પોલીસક્રમીઓર્ની હેલ્થ પણ સારી રહેશે. સૌથી મોટી સમસ્યા પોલીસ વાહનો ચલાવતા ડ્રાઇવર્સની છે. પણ પોલીસ સ્ટેશનમાં ફોર વ્હીલસનું ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતા પોલીસકર્મીએ કામગીરી કરવી પડશે. પોલીસને ‘વીકલી ઓફ’ પદ્ધતિનો અમલ સફળ રહ્યો તો સરકારી તિજોરીને ‘રજા પગાર’ બચવાનો મોટો આર્થિક લાભ પણ થશે..

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/BbuxV95FTCfAwYp0tL4xxd