મોરબી તા ૦૯

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આગામી તારીખ 13 ને રવિવારના રોજ શરદ પૂનમ નિમિત્તે દર વર્ષની માફક રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. સનાળા રોડ પર સરદાર બાગ સામે આવેલ દવે-પંચોલી વિદ્યાર્થી ભવન ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરશુરામ યુવા  ગ્રુપના પ્રમુખ કેયુર ભાઈ પંડ્યા એ મોરબીના તમામ ભુદેવ પરિવારોને આ રાસોત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ આપેલ છે.