મોરબી તારીખ 21

પોલીસ માત્ર પૈસાવાળાની જ છે એ વાત ફરી એકવાર મોરબી પોલીસે સાબિત કરી દીધી છે. મોરબી પોલીસ ના તાબા હેઠળ જી.આર.ડી જવાન તરીકે સેવા આપતા એક યુવાનની જીંદગીમાં તોફાન આવ્યું છે છતાં પણ મોરબી પોલીસ આ પરિવારને મદદ કરવાને બદલે હાથ ઉપર હાથ ચડાવીને બેઠી છે.

વાત જાણે એમ છે કે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તાબા હેઠળ જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર મિયાત્રા નામના યુવાને ન્યાય માટે મોરબી એ ડિવિઝનમાં અરજી કરી છે અને અરજીમાં જીતુ સોલંકી નામના યુવાન સામે આક્ષેપ કર્યા છે કે જીતુ જીઆરડી જવાન ની પત્ની અને બાળકને ભગાડી  ગયો છે અરજી તારીખ ૧૦/૬ ના રોજ કરવામાં આવી છે છતાં પણ આ દિશામાં મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતા જવાને અલગ-અલગ દિશામાં ન્યાય માટે વલખા મારવા નું શરુ કર્યું છે. જો હવે જીઆરડી જવાનની મદદે જ  મોરબી પોલીસ નથી ઉભી હતી તો આમ પ્રજા નો શું ?