ગત તા.09/09/2019 ને સોમવારના રોજ દર્શક શાળા વિકાસ સંકુલ-વાંકાનેર દ્વારા સંકુલ કક્ષાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન ગેલેક્સી હાઈસ્કૂલ-ચંદ્રપુર મુકામે યોજવામાં આવ્યું હતું. આ સંકુલ કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનના ઉદઘાટન સમારંભમાં વાંકાનેરના ધારાસભ્યશ્રી મહંમદજાવિદ પીરઝાદા , શિક્ષણ નિરીક્ષણ જે. યુ. મેરજા, સંકુલ કન્વીનર જે.એસ.પડસુંબિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા….

આ વિજ્ઞાન મેળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગની 14 કૃતિઓ અને માધ્યમિક વિભાગની 42 કૃતિઓ મળી કુલ 56 જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ વિજ્ઞાન મેળામાં વાંકાનેર વિસ્તારની કુલ 37 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો અનેઆશરે 2000 જેટલા વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળો નિહાળ્યો હતો. આ પ્રદર્શનમાં નિરક્ષક તરીકે મહર્ષિ દયાનંદ એસ.વી.એસ. માંથી ત્રણ વિજ્ઞાન શિક્ષકોએ સેવા આપી હતી. અને મેળાનાં સમાપન બાદ વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્રો મહેમાનોના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા….

વિજ્ઞાન-ગણિત પ્રદર્શનના કન્વીનર તરીકે ગેલેક્સી હાઈસ્કૂલના આચાર્ય મકબુલભાઈ એ. બાદી અને તેમનું માર્ગદર્શન પૂર્વ આચાર્ય શ્રી યુ.એ.કડીવાર સાહેબ દ્વારા પુરૂ પાડવામાં આવ્યું હતું તથા ગેલેક્સી હાઈસ્કૂલ-ચંદ્રપુરના શિક્ષકમિત્રો, સહાયકોએ સુંદર કામગીરી બજાવી આ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનને સફળ બનાવેલ….

સંકુલ કક્ષા વિજ્ઞાન મેળા – ૨૦૧૯ માં જિલ્લા કક્ષા વિજ્ઞાન મેળા માટે પાત્રતા મેળવનાર કૃતિઓ..

માધ્યમિક શાળા વિભાગ

1). શ્રી તીથવા જી.પી હાઈસ્કૂલ-તીથવા
ટકાઉ કૃષિ માટેના પડકારો અને ઉપાયો
2). R.M.S.A. સરકારી શાળા-ઠીકરીયાળા
રીડ્યુસ પ્લાસ્ટિક બોટલ્સ
3). ગેલેક્સી હાઈસ્કૂલ-ચંદ્રપુર
વહી જતાં વરસાદી પાણીનું આદર્શ વ્યવસ્થાપન
4). એસ.એમ.પી. હાઈસ્કૂલ-સિંધાવદર
છાશ વિતરણ મશીન
5). નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ-વાંકાનેર
ફ્યુચર ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનીકેશન

ઉચ્ચતર માધ્યમિક શાળા વિભાગ

1). ગેલેક્સી હાઈસ્કૂલ-ચંદ્રપુર
પાક રક્ષણ માટેનું આધુનિક લાઈટ સિગ્નલ તથા સાયરન
2). માટેલ ઢુવા પછાત વિસ્તાર મા. અને ઉ. મા. શાળા-ઢુવા
માનવ સ્વાસ્થ્યમાં વનસ્પતિની ઉપયોગિતા
3). પંચાસીયા હાઈસ્કૂલ-પંચાશિયા
સ્વંય સંચાલિત વોટરપંપ
4). શ્રીમતિ વી. એસ. શાહ ઉ.મા. વિદ્યાલય-વાંકાનેર
લાઈ-ફાઈ
5). ઈ.બી.બી. મોડેલ સ્કૂલ-વાંકાનેર
પોલ્યુશન ફ્રી સોલાર કાર

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/GKJrtkhnEPG4z69riHpt4u