મોરબી તા. ૧૧

જાણવા મળેલી માહિતી મુજબ મોરબી વીસી પરા માં રહેતી શેરબાનુબેન અસલમભાઈ સુમરાને ગર્ભાવસ્થા દરમિયાન લોહીના ટકા ની ખૂબ જ ઉણપ હતી અને પેશાબમાં રસી સાથે માત્ર સાતમાં મહિને જ પ્રસુતી ની પીડા શરૂ થઈ જતા શેરબાનુબેને અધૂરા માસે જ બાળકને જન્મ આપ્યો હતો. બાળકનો જન્મ સમયનું વજન માત્ર એક કિલો હતુ અને બાળક ભુરું પડી ગયેલ હોય અને બાળકના ફેફસા અને હૃદય કાચા હોય બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક પણે ક્રિષ્ના મલ્ટીસ્પેસ્યાલીસ્ટ હોસ્પિટલમાં બાળ વિભાગ ના બાળસખા યોજના હેઠળ દાખલ કરી બાળરોગ નિષ્ણાંત ડોક્ટર શરદ રૈયાણી દ્વારા સારવાર શરૂ કરવામાં આવી. બાળકને શ્વાસ લેવા માટેના  મશીન ઉપર ચાર દિવસ રાખી કુત્રિમ પોષણ (TPN) (total parenteral nutrition)  અને અનુક્રમે માતાનું ધારણ શરૂ કરવામાં આવ્યું હતું. ૧૬ દિવસની ઘનીષ્ટ સારવાર બાદ બાળકો નું વજન ૧ કિલોગ્રામ અને  ૩૦૦ ગ્રામ થયું હતું અને બાળકની હાલતમાં ધણો સુધારો થયો હતો. આ માટેનો શ્રેય બાળરોગ નિષ્ણાત ડોક્ટર શરદ રૈયાણી પોતાની  હોસ્પિટલ ની ટીમ અને માતાના ધાવણ ને આપે છે.

આમ આજકાલ દુધના પાઉડરના વધતા જતા ઉપયોગ સામે સ્તનપાનના મહત્વનું જીવંત ઉદાહરણ ડોક્ટર શરદ રૈયાણીએ પુરૂ પાડેલ છે.