જાણીતા બિલ્ડર સામે સતવારા શખ્સે આર્થિક મદદ મળી રહે તેના માટે આક્ષેપ કર્યા હતા

મોરબી તારીખ 6

રૂપિયા ની જરૂરત માણસ પાસે શું નું શું નથી કરાવતી. રૂપિયા માટે આજ નો માનવી જાન લેવાની હદ સુધી પહોંચી જાય છે. ત્યારે આવી જ ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા ચક્રવાત ન્યૂઝ ના માધ્યમથી અમોએ એક વીડિયોમાં સવજી નામના સતવારા શખ્સ ને એવું બોલતો સાંભળ્યો
હશે કે મોરબીના જાણીતા બિલ્ડર પરેશ પટેલ તેની નાનાની જમીનના બાકી નીકળતાં નાણાં નથી આપતા.

આ આક્ષેપોને લઈને શહેર ભરમાં ભારે ચર્ચા થઈ હતી. અને પોતાની પ્રમાણિકતા માટે જાણીતા પરેશભાઈ પટેલ આવું ના કરે એ ચર્ચા પણ શહેરમાં ચાલતી હતી. ત્યારે આ સતવારા શખ્સે ખુલાસો કર્યો હતો કે પોતે ગંભીર બિમારીથી પીડાતો હોય અને આ બિમારીમાં રૂપિયાની જરૂર હોય અને આ રૂપિયા પરેશભાઈ પાસેથી નીકળી શકે એ હેતુથી આક્ષેપ કરતો વિડીયો વાયરલ ખોટું બોલી કરાવેલ હતો. જોકે બાદમાં સવજીભાઈને પોતાની ભૂલ સમજાતા બિલ્ડરને માફી પત્ર લખી આપ્યું હતું અને એક જાહેર વીડિયોમાં માફી પણ માંગી હતી જે આપ અહીં જોઈ શકો છો.