દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે સ્વયંભૂ શ્રી જળેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્રના પ્રથમ અને સુપ્રસિદ્ધ જળેશ્વરના લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે જેમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડો. વિજયભાઈ દેશાણી દ્વારા આ રવિવાર અને સોમવારના બે દિવસના આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ…..

આ કાર્યક્રમમાં વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાશાખાના ડીન ડો. નિદતભાઈ બારોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેન્ડીકેટ સભ્ય અને મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય હરદેવસિંહ જાડેજા, ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિ મહંતશ્રી રતીલાલજી મહારાજ, જીતુભાઈ ત્રીવેદી ,સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. વર્ષોથી ઉજવાતા આ પરંપરાગત લોકમેળાનુ આયોજન લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવે છે જેનુ સંચાલન જળેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી અને કોઠારીયા ગ્રામ પંચાયતના સરપંચ, સેવાભાવી કિશોરસિંહ ઝાલા દ્વારા કરવામાં આવે છે….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/BTJr4yJgZxF7IEElWbDoSf