કોમી એકતાના દર્શન સ્વરૂપે ગ્રીન ચોક ખાતે પરંપરાગત શોભાયાત્રાનુ સ્વાગત કરતાં મુસ્લિમ સમાજના આગેવાનો : ધારાસભ્ય પીરઝાદાની અન ઉપસ્થિતિમાં પરંપરા નિભાવતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા : યુવરાજ કેશરીદેવસિંહ ઝાલાની આગેવાનીમાં નીકળેલ શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું : મટકી ફોડ, રાશ ગરબાની રમઝટ વચ્ચે કૃષ્ણ જન્મોત્સવ ઉજવતાં નાગરિકો…

જન્માષ્ટમી તહેવાર નિમિત્તે જ્યારે સંપૂર્ણ દેશ કૃષ્ણમય બન્યો છે ત્યારે વાંકાનેર વિસ્તારમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમા આજ વાંકાનેર શહેરમાં યુવરાજ કેશરીદેવસિંહ ઝાલાની આગેવાનીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનુ શહેરભરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું….

પરંપરાગત રીતે વાંકાનેર ફળેશ્વર મંદિર ખાતેથી ધાર્મિક વિધિ બાદ વાંકાનેરના મહારાજ દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યાં બાદ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી જેમાં શોભાયાત્રાનું ગ્રીન ચોક ખાતે મુસ્લિમ સમાજ વતી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા દ્વારા સ્વાગત કરાયું હતું….

સાથોસાથ શોભાયાત્રાના માર્ગ પર વિવિધ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન ભાવીકો ડીજેના તાલે ઝુમી કૃષ્ણ જન્મોત્સવને વધાવી લીધો હતો. શહેરના રાજમાર્ગો પર ફર્યા બાદ શોભાયાત્રાનુ જીનપરા ચોક ખાતે ધર્મસભા સ્વરૂપે સમાપન કરાયું હતું. આ શોભાયાત્રા દરમિયાન વાંકાનેર શહેર પી.આઈ. રાઠોડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો….


વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx