ચક્રવાત ન્યુઝના અહેવાલ બાદ સફાળું જાગતું તંત્ર : રાતો રાત વિજ પુરવઠો પુનઃ કાર્યરત કરાયો : પોતાની ફરજ ચુકતા તંત્ર અખબારી-મીડીયા અહેવાલો બાદ જાગૃત થયું કામગીરી કરવા દોડ મુકી : લોકહિતના કાર્યોમાં ચક્રવાત ન્યુઝની વધુ એક સફળતા….

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના સીમ વિસ્તારની ખેતીવાડી વિજ પુરવઠો છેલ્લા પંદરેક દિવસથી બંધ હતો જેમા અધસબડિવિઝનલ કચેરીના કંપ્લેઈન નંબર પણ રીસીવ ન કરાતા પરેશાન ખેડૂતો છેલ્લે મીડીયાના સહારે આવતા ચક્રવાત ન્યુઝ દ્વારા લોકહિતમા ખેડૂતો પડખે ઊભા રહી તંત્રની નીંભરતા ના અહેવાલ પ્રસિદ્ધ કરાયા હતા જેનાથી સફાળા જાગેલા તંત્ર દ્વારા તાત્કાલિક ગામનો ખેતીવાડી વિજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો….

પંદર જેટલા દિવસો સુધી વિજ પુરવઠો બંધ હોવા છતા અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા મચકન ન આપતા ગામના ખેડૂતો દ્વારા ચક્રવાત ન્યુઝનો સંપર્ક કરાતા, માહીતીની સત્યતા ચકાસ્યા બાદ ચક્રવાત ન્યુઝ દ્વારા ખેડૂતોના પ્રશ્ને અખબારી અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા જેમા પોતાની ફરજ ચુકતા વાંકાનેર PGVCL સબડીવીઝનલ કચેરીના અધિકારીઓ સફાળા જાગી વિજ પુરવઠો પુનઃ કાર્યરત કરવા દોડતા થયા હતા….

અત્રે કહેવુ અનિવાર્ય બન્યું છે કે શું તંત્ર દ્વારા ફક્ત અખબારી-મીડીયા અહેવાલો બાદ જ કામગીરી કરવાની હોય ?, શું જવાબદાર તંત્ર પોતાની ફરજથી અજાણ છે ? શું જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓના અરજદારો પ્રત્યેના આવા વર્તનથી ઉચ્ચ અધિકારીઓ માહિતગાર છે ખરા ? બાબતે જવાબદાર સરકારી તંત્ર યોગ્ય કરી ખેડૂતો અને અરજદારોની રજુઆતોને બરોબર ધ્યાનમાં લઈને જડપથી જવાબી કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઊઠી છે….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/Bx1Ba5b2vt15srlPPaMWwx