વાંકાનેર તાલુકા સેવા સદન કચેરી નો BSNL નો કેબલ કપાઈ જતાં વાંકાનેરની નાયબ કલેકટર કચેરી, મામલતદાર કચેરી અને રજીસ્ટાર કચેરી સહિતની અગત્યની સરકારી કચેરીઓની ઓનલાઇન કનેક્ટિવિટી ખોરવાઈ ગઇ હતી જેની અનેક ફરિયાદો બાદ પણ જવાબદાર BSNL તંત્રની નફ્ફટાઈ જારી રહેતા બાબતની જાણ ચક્રવાતને થતા પાંચ દિવસથી કનેક્ટિવિટી ખોરવાયાના BSNLની ઝાટકણી કાઢતાં સમાચારો પ્રસિદ્ધ કરાયા બાદ બાબતના ઘેરા પ્રત્યાઘાત સાથે જવાબદાર BSNL તંત્રની ટીમ મરામત કામ માટે ઉતારી દેવામાં આવી હતી….

ચક્રવાતના અખબારી અહેવાલ બાદ BSNL તંત્ર સફાળું જાગી ને કપાઈ ગયેલ કેબલનો મરામત કામ શરૂ કર્યું અને કદાચ આ મરમ્મત કામ અંદાજે શનિવારના રોજ પુરૂ કરી કનેક્ટિવિટી શરૂ કરાશે. દરેક પ્રકારના સરકારી કામો ઓનલાઇન કનેક્ટિવિટીથી થતા હોય અને વાંકાનેર સેવા સદન કચેરીની ઓનલાઇન કનેક્ટિવિટી ખોરવાઈ જતા છેલ્લા પાંચ દિવસથી તાલુકાના ભરના તમામ ઓનલાઇન સરકારી કામો ઠપ થયા હક્ષ જેથી વાંકાનેર શહેર અને તાલુકામાં હોબાળો મચી ગયો હતો…

વાંકાનેર સેવાસદન કચેરી થી શરૂ થતા કેબલ કનેક્શન હળવદ, ધાંગધ્રા સહિતના વિસ્તારોથી જોડાયેલ હોય તમામ સ્થળોએ હોબાળો મચી ગયો હતો બાબતે જવાબદાર BSNL તંત્ર ફરિયાદો અનુસંધાને એક નો એક જવાબ કે ‘ પૈસા નથી, કેબલ નથી, વાહન નથી, તેના વગર અમો શું કરીએ ? ‘ ના જવાબદાર અધિકારીઓના બેજવાબદારી ભર્યા જવાબોની ઝાટકણી કાઢતાં ચક્રવાતના અહેવાલ બાદ કેબલ આવી ગયો, વાહનો આવી ગયા, મંજુરી માટે પૈસા આવી ગયા અને મરામત ટીમ પણ આવી ગઈ અને કામ ફઢ શરૂ થઈ ગયું…..

લોક હિત માટે સતત પ્રયત્નશીલ રહેવું અને ” સત્ય માટે, સત્ય સાથે સતત ” ની હેડલાઇન સાર્થક કરતું ચક્રવાત… અનેક લોકહીતના કામોમાં લોકો સાથે રહીને અને લોકહીતના અનેક કામો ચક્રવાત ન્યુઝના માધ્યમ દ્વારા સાર્થક થયા છે જેનાથી અનેક વિકૃત લોકોના પેટમાં તેલ રેડાય છે જે બાબત નાગરિકો સારી રીતે સમજે છે. કોઈ પણ ખોટી અફવા માન્યા વગર ચક્રવાત સાથે જોડાયેલા રહેવા બદલ બહુમત નાગરિકોનો ચક્રવાત ખરા દીલથી આભાર માને છે.
જય હિન્દ…


વધુ સમાચાર માટે અમારી સાથે જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL