વાંકાનેરથી રાજકોટ તરફ જતા રસ્તા પતાળીયા નદી પર ચોમાસા પુર્વે જ બનેલા માઈનોર બ્રીજની કામગીરીમાં લોલમલોલ ના ચક્રવાત ન્યુઝના અહેવાલ બાદ પ્રથમ જુના ખાડાઓ બુરાયા બાદ ફરી ઠેર ઠેર નવા ખાડા તેમજ ભોંયરાઓ પડ્યાના ચક્રવાતના ચક્રવાતના અહેવાલ બાદ ફરીથી આજ તંત્ર દ્વારા આ ભોંયરા તેમજ ખાડાઓ માટી મોરમથી બુરવામા આવ્યા છે પરંતુ શું માટી મોરમથી ખાડા ખબળાઓ બુરવાથી આ કરોડોના કામમાં થયેલા ભ્રષ્ટાચાર છુપાવી શકાય ખરો ???

બાબતે આ માઈનોર બ્રીજની બંને બાજુના પુરાણ કામમાં રોલીગ કર્યા વગર થયેલા નબળા કામના કારણે પુલના છેડે પણ મોટા ગાબડાઓ પડ્યાં હતાં જે ચક્રવાત ન્યુઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયા હતા જેના પડઘાં રૂપે આજ તંત્ર દ્વારા આ ખાડાઓ માટી મોરમથી બુરી આ પુરના કામમાં થયેલ લોલમલોલ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો….

શું આ પુરના કામમાં થયેલ લોલમલોલ છુપાવવા વારે ઘડીએ આ નવા બનેલા અને એક જ વરસાદથી સંપૂર્ણ ધોવાઈ ગયેલા રોડ પર માટી મોરમ પાથરવાથી થયેલા નબળા કામ અને ભ્રષ્ટાચારને છુપાવી શકાય ખરો ? બાબતે તંત્ર દ્વારા આ કામની સંપૂર્ણ લેબોરેટરીક ચકાસણી કરી નબળા કામ માટે જવાબદારો સામે તપાસ અને કાર્યવાહીક પગલાં લેવામાં આવશે ખરા કે પછી ઢાંકપિછોડા કરી ભ્રષ્ટાચારીઓને બચાવવામાં આવશે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx