લોકહિતમા બહેરા મુંગા તંત્રને જગાવવામાં ચક્રવાત ન્યુઝની વધુ એક સફળતા : ચક્રવાતના અહેવાલ બાદ સફાળું જાગતું શહેરનુ પાલીકા તંત્ર તેમજ ગ્રામ્ય આરોગ્ય તંત્ર : નાગરિકોના આરોગ્ય બાબતે સાબદું બની નાનાં નાનાં પાણીના પોરાઓનો નાશ તેમજ મોટા પોરાઓમા મચ્છર નાશક મચ્છલીઓ મુકાઇ, મુખ્ય માર્ગો પર મચ્છર નાશક ડીડીટી દવાનો છંટકાવ કરાયો….

બે દિવસ પહેલાના ચક્રવાત ન્યુઝના નાગરિકોના આરોગ્ય બાબતે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વકરતા રોગચાળાના અહેવાલ બાદ આજ શહેરનુ પાલીકા તંત્ર અને આરોગ્ય તંત્ર સફાળું જાગી નાગરિકોના આરોગ્ય બાબતે સાબદું બની શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છર નાશક ડીડીટી દવાનો છંટકાવ કરાયો હતો જેમાં શહેરના દરેક મુખ્ય માર્ગો પર પાલીકા તંત્ર દ્વારા ડીડીટી નો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર પાણીના પોરાઓમા મચ્છર નાશક મચ્છલી મુકવામાં આવી હતી…

નાગરિકોના હિતમાં સતત એક્ટીવ ચક્રવાત ન્યુઝ દ્વારા વધુ એક સફળ અહેવાલ બાદ શહેરમાં પાલીકા તંત્ર અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તંત્ર જાગૃત બન્યું હતું જેમા પાલીકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આવેલા મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર પાણીના પોરાને માટી-મોરમથી બુરવામા આવ્યા હતા જેમાં સીટી સ્ટેશન રોડ સહિતના માર્ગો પર ભરાયેલા રહેતા પાણીના ખાબોચિયાંને તાસ વડે બુરવામા આવ્યા હતા. સાથોસાથ પાલીકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર મચ્છર નાશક ડીડીટી દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો હતો…

ચક્રવાતના અહેવાલ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સફાળું જાગતું આરોગ્ય તંત્ર : પાણીના પોરાઓમા મચ્છર નાશક મચ્છલીઓ મુકાઈ…

ચક્રવાતના અહેવાલ બાદ ગ્રામ્ય નાગરિકોના આરોગ્ય બાબતે આરોગ્ય તંત્ર સફાળું જાગી ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવ માટે જવાબદાર પાણીના પોરાઓમા મચ્છર નાશક મચ્છલીઓ મુકાઇ હતી. બાબતે આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છર નાશક ડીડીટી દવાનો છંટકાવ તેમજ મચ્છરોનો ઉપદ્રવ માટે જવાબદાર પાણીના પોરાઓમા મચ્છર નાશક મચ્છલીઓ મુકવામાં આવી હતી…

બાબતે એ પ્રશ્ન ઉભો થયો છે કે શું પાલીકા તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા ચક્રવાતના અહેવાલ બાદ જ પોતાની જવાબદારીની ભાન થાય છે ? શું અખબારી અહેવાલો બાદ જ જવાબદાર તંત્રને નાગરિકોના હિત બાબતે કામગીરી કરવાની હોય ?

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx