ભાજપનુ સંખ્યાબળ ફરીથી 99 : હજુ હમણા જ ચાર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમા ચારે ચાર પર ભાજપ જીતતા સંખ્યા 100 ને પિર 103 થયુ તુ : હવે ફરીથી ભાજપના ચાર ધારાસભ્યોના રાજીનામાં થી સંખ્યાબળ 100ની અંદર…..

આજે ગુજરાત વિધાનસભાના ભાજપના ચાર ધારાસભ્યો ને ગત લોકસભાની ચૂંટણી સંસદસભ્ય તરીકે પ્રમોશન મળતા તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું, જેમા 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યો સંસદસભ્ય તરીકે ચૂંટાય આવતા આજ ભાજપના ચાર ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ને રાજીનામાં આપ્યાં હતાં…

આ ચાર ધારાસભ્યો મા 8-થરાદ વિધાનસભાના ધારાસભ્ય પરબત પટેલ, 20-ખેરાલુ વિધાનસભાના ધારાસભ્ય ભરતસિંહ ડાભી, 50-અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય હસમુખ પટેલ, 122- લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે, જેઓએ આજ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું….

આ ચાર ધારાસભ્યોના રાજીનામાંથી 182 વિધાનસભાના સીટો ધરાવતી ગુજરાત વિધાનસભામા ભાજપનુ સંખ્યાબળ ફરીથી 99 થયુ છે જેમા હમણાજ લોકસભાની ચૂંટણી સાથો સાથ યોજાયેલી ચાર વિધાનસભાની પેટાચૂંટણી મા ચારે ચાર મા ભાજપ ચુંટાઈ આવતા ભાજપનુ સંખ્યાબળ 103નુ બન્યુ હતું જે આજ ફરીથી 99 સભ્યો નુ બન્યું છે….

રાજીનામાં આપતા આ ચાર ધારાસભ્યોની વાત કરીએ તો તેઓ લોકસભાની બનાસકાંઠા, અમદાવાદ પુર્વ, પાટણ અને પંચમહાલ એમ ચાર સીટો પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા….

થરાદના ધારાસભ્ય પરબત પટેલ લોકસભાની બનાસકાંઠા સીટ પરથી ચૂંટણી લડતા કોંગ્રેસના પારથી ભાટોલ સામે 3,68,296 મતોથી વિજય મેળવ્યો હતો જ્યારે ખેરાલુ ના ધારાસભ્ય ભરતસિંહ ડાભી એ લોકસભાની પાટણ સીટ પરથી ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર સામે 1,93,879 મતોથી વિજય મેળવ્યો હતો…

અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ લોકસભાની અમદાવાદ પુર્વ સીટ પરથી ચૂંટણી લડતા કોંગ્રેસનાગીતાબેન પટેલ સામે 4,34,330 મતોથી વિજય મેળવ્યો હતો જ્યારે લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ લોકસભાની પંચમહાલ સીટ પરથી ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર વેચાટ ખાંટ સામે 4,28,541 મતોથી વિજય મેળવ્યો હતો….

વધુ સમાચાર માટે સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/JlxwclZ0NItKw6c7d2pJec