ગયકાલે બુધવારના રોજ વાંકાનેર શહેરની શ્રીમતી એલ.કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય અને સરકારી મોડેલ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમા ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો….

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વાંકાનેર શહેર ખાતે ગયકાલે તારીખ 10/07/2019ના રોજ બુધવારે વાંકાનેરની શ્રીમતી એલ.કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય અને સરકારી મોડેલ હાઈસ્કૂલ ખાતે વાંકાનેર યુવક બોર્ડના સંંચાલક રાહુલભાઇ જોબનપુત્રા દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજ્યો હતો.

આ કારકિર્દી માર્ગદર્શન સેમીનારમા  દ્વારા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, મોરબી જિલ્લા સંયોજક વિવેક ભાઈ કવૈયા, મોરબી નગર સંયોજક હિમાંશુભાઈ અને યોગેશભાઈ ઉપસ્થિત રહ્યા….

આ સેમિનારમાં એલ કે સંઘવી સ્કુલના પ્રિન્સીપાલ દર્શનાબેન જાની તથા મોડેલ સ્કૂલમાં પ્રિન્સિપાલ અને સ્ટાફ ગણ દ્વારા આ કાર્યક્રમને સપોર્ટ કરતા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાની કારકિર્દી બનાવવા ક્યાં ક્યાં રસ્તાઓ છે તેના વિશે માહિતી આપી હતી….

આ કારકિર્દી માર્ગદર્શનનો વિડિયો એલ કે સંઘવી સ્કૂલમાં કુલ 235 જેટલી વિદ્યાર્થિનીઓએ અને મોડેલ સ્કૂલમાં 175 વિદ્યાર્થીઓએ વિડીયો નિહાળ્યો હતો અને છેલ્લે કારકિર્દી ની મેટ્રો ટ્રેનના પુસ્તક માંથી રાહુલભાઈ તથા વિવેક ભાઈ દ્વારા માહિતી આપી હતી….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો ‌…

https://chat.whatsapp.com/CSPGGYZm6uV67EiDDb2F7v