ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આગામી 17 સપ્ટેમ્બરના જન્મ દિવસ નિમિત્તે આગામી સપ્તાહ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજવામા આવશે જે અંતર્ગત આજે વિવેકાનંદ યુવક મંડળ વાંકાનેર દ્વારા તાલુકાના ઘીયાવડ ગામે ‘ માં વાત્સલ્ય કાર્ડ ‘ કાઢવા માટે કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેનું સફળ સંચાલન રાજભા ઝાલા, સુરેશભાઇ, રાહુલભાઈ તથા ઓપરેટર વસીમભાઇ, ધૃવરાજસિંહ તથા પૃથ્વિરાજસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું…

આજના આ કાર્યક્રમ બાદ સપ્તાહની આગામી તારીખ 12 અને 14 સપ્ટેમ્બરના રોજ વાંકાનેર શહેરમાં ગાયત્રી મંદિરે ખાતે ‘ માં વાત્સલ્ય કાર્ડ ‘ નો કેમ્પ રાખવામાં આવેલ છે. સાથોસાથ તારીખ 11 સપ્ટેમ્બરે દેરાળા તથા રાજપળી ગામે અને તારીખ 13 ના રોજ ખેરવા તથા ખખાણા ગામ ખાતે પઢ ‘ માં વાત્સલ્ય કાર્ડ ‘ નો કેમ્પ રાખવામાં આવેલ છે…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/J77eAvUz1Hm5Hv8yLrgXQ1