છેલ્લા ચાર વર્ષથી વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાની સ્થાપના કરવામા આવે છે જેમાં આ વર્ષે પણ ગણપતિ બાપાની દસ દિવસ સ્થાપના કરી, દરરોજ સવાર-સાંજ આરતી અને પ્રશાદ વિતરણ કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ગણપતિ મહોત્સવનું આયોજન વિમલ સોલંકી, કરણ ભાવણીયા, અજય દેત્રોજા, ઉદય સોલંકી, રાજ સીતાપરા સહીતના યુવાનો દ્વારા ખુબ સરસ રીતે કરવામાં આવ્યું હતું…

ગયકાલે ગણપતિ મહોત્સવના દસમા દિવસે ગણપતિ વિસર્જન પણ ધામધૂમ પૂર્વક ‘ અગલે બરસ તું જલ્દી આના..’ ના નારા સાથે કરવામાં આવ્યું હતું. ગણપતિ વિસર્જન બાદ નાના બાળકોને પણ જમાડવા નુ આયોજન કરવામાં આવ્યું હતુ…

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/GZU1Lnz82MGE6EpiAjwVry