મોરબી તારીખ 3

ક્યારેક કોઈ નજીવી બાબતે મોટી સમસ્યા ઊભી થઈ જતી હોય છે. વાત માત્ર રજ જેવી હોય છે અને ગજ જેટલી માથાકૂટ થઇ જાય છે. આવું જ કંઈક કેશોદના એક એગ્રી ના વેપારી સાથે થયુ હતુ.

અમદાવાદની એક યુવતીને કોઈ વ્યક્તિ સાથે જે તે સમયે માત્ર  મૈત્રી નો સબંધ હતો. હવે જે અમદાવાદની યુવતી સાથે જે આઘેડ વ્યક્તિને સબંધ થયો હતો તેને પોતાની ખોટી ઓળખ ઊભી કરીને યુવતી સાથે મૈત્રી સંબંધ રાખ્યો જો કે સમય જતા આ મૈત્રી સંબંધ પૂરો થઈ ગયો હતો. પરંતુ જે વ્યક્તિએ મૈત્રી સંબંધ ખોટી ઓળખ ઉભી કરી રાખ્યો હતો તેને કેશોદના વેપારી ને માત્ર બદનામ કરવા અને કોઈ અંગત દુશ્મની કાઢવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.

આ અંગે  અમારા પ્રતિનિધિએ ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કેશોદના વેપારી ને કોઈ પણ જાતનો ક્યારેય કોઈ સબંધ અમદાવાદની કોઈ યુવતી સાથે ન હતો માત્ર તેમને બદનામ કરાવવા કોઈએ પોતાની ખોટી  ઓળખ ઊભી કરીને ષડ્યંત્ર  રચ્યું હતું જે સમય રહેતા ખુલ્લું પડી ગયું છે.