જીલ્લા કક્ષાની ગત વખતની ચેમ્પિયન સંસ્કૃતિ વિદ્યાલયની બહેનોની ટીમ આ વખતે પણ ફરી જીલ્લામાં ચેમ્પિયન બની રાજ્ય કક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે : U-17 કેટેગરીમાં પ્રથમ, દ્વીતીય અને તૃતીય ક્રમ એમ ત્રણેય ક્રમે વાંકાનેર શાળાઓનો : U-14 મા વાંકાનેર તાલુકાની લાલપર પ્રાથમિક શાળાની ટીમ બીજા ક્રમે…

હાલ સમગ્ર ગુજરાતમાં ખેલ મહાકુંભ-2019 રમતોત્સવ શરૂ છે જેમાં આજ આદર્શ નિવાસી શાળા સંકુલ-રફાળેશ્વર ખાતે જિલ્લા કક્ષાની U-17, U-14 અને ઓપન એજ ગૃપ એમ ત્રણ કેટેગરીની બહેનોની કબડ્ડી સ્પર્ધામાં વાંકાનેર તાલુકાનો દબદબો યથાવત રહ્યો હતો જેમાં ગત વખતની જીલ્લા ચેમ્પિયન અને આ વખતેની તાલુકા ચેમ્પિયન સંસ્કૃતિ વિદ્યાલય-ચંદ્રપુર ની ટીમે આ વખતે પણ જિલ્લા કક્ષાએ વિજય મેળવી જિલ્લા ચેમ્પિયન નો ખિતાબ જાળવી રાખેલ છે….

U-17 કેટેગરીમાં શ્રી એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલય-વાંકાનેર બીજો ક્રમ તથા મોહંમદી લોકશાળા-ચંદ્રપૂરની ટીમે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરેલ તેમજ U-14 કેટેગરીમાં શ્રી લાલપર પ્રાથમિક શાળાની ટીમ બીજો ક્રમ પ્રાપ્ત કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્ક્રુતિ વિદ્યાલય ની ટીમ ઓપન એજ કેટેગરીની રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તથા U-17 અને U-14 માંથી પસંદગી પામેલ ખેલાડી બહેનો જે તે કેટેગરીમાં મોરબી જિલ્લાની ટીમનું પ્રતિનિધિત્વ કરશે….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

 

https://chat.whatsapp.com/Fc2Eq0b7orSFtNaMKlJhvb