મોરબી એ. ડીવીઝન પોલીસ દ્વારા આજે મોરબી શક્તિ ચેમ્બર નજીકથી એક શખ્સને શંકાસ્પદ હાલતમાં જણાતા તેને પકડી તેન પુછતાછ કરતા તેણે એક માસ અગાઉ વાંકાનેર શહેર ખાતે આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની જંતુનાશક દવાની દુકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ. ડીવીઝન પોલીસ દ્વારા શંકાના આધારે એક શખ્સની ધરપકડ કરી હતી જેની પાસેથી બે ડીસમીસ તથા 17,000 રોકડ રકમ મળી આવતા તેની પુછપરછ કરતા આરોપીએ કબુલાત આપી હતી કે તેની પાસેથી મળેલ રકમ તેણે એક માસ પુર્વે વાંકાનેર શહેર ખાતે આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની જંતુનાશક દવાની દુકાનમાંથી ચોરી કરી હતી….

આરોપીએ આપેલી ચોરીની કબુલાત બાદ મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવની જાણ વાંકાનેર શહેર પોલીસને કરી આરોપી લક્ષ્મણભાઈ મુન્નારામ સાડીયા (ઉ.વ.38, રહે. ઉદયપુર, રાજસ્થાન) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/KVEP9mU0OYMKBW5SVH9xLx