અરબાઝ બાદી દ્વારા

સીગ્નલ પર એન્જીન બંધ રાખી ઈંધણ બચાવો સાથોસાથ પ્રદુષણ નિયંત્રણમા સહભાગી બનવા લોકોને અપીલ કરવા પોસ્ટર સાથે કોલેજના વિદ્યાર્થીઓ ટ્રાફીક સીગ્નલ પર મૌન રજુઆત કરવા ઉતર્યા : પર્યાવરણ બચાવવા વિદ્યાર્થીઓનો સુચક સંદેશ….

રાજકોટ ટી.એન‌. રાઉ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 13 ઓગસ્ટના રોજ પર્યાવરણ બચાવો, પ્રદુષણ નિયંત્રણ અને ઈંધણ બચાવવાના સંદેશા સાથે કોલેજના 50 થી 60 વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલો પર પર્યાવરણ બચાવોના સંદેશ સાથે પોસ્ટર પર લોકોને પર્યાવરણ બચાવવાની અપીલ કરી હતી….

વિદ્યાર્થીઓને દ્વારા કે.કે.વી. હોલ, નાના મહુવા ચોક ટ્રાફિક સિગ્નલો પર બંધ સિગ્નલ સમયે ‘ ઈંધણ બચાવો ‘, ‘ સિગ્નલ પર એન્જિન બંધ રાખો ‘, ‘ પર્યાવરણ બચાવો ‘ સહિતના પોસ્ટર સંદેશાઓ સાથે બંધ સિગ્નલ પર લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો….

વધુ સમાચાર માટે અમારી સાથે જોડવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/BTJr4yJgZxF7IEElWbDoSf